અમેરિકન ટેરિફ વોરમાં શેરબજાર દાઝ્યું: સેન્સેક્સમાં 1281 અંકનું ગાબડું
સાર્વત્રિક વેચવાલીથી સ્મોલકેપમાં 1909 અંક, મીડકેપમાં 2.76%નો કડાકો, રિયલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ-ગેસ સહિતના સેક્ટરમાં ભારે વેચવાલીથી રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમીનીયમ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની જાહેરાત કરતા જ વિશ્ર્વભરના માર્કેટોમાં ટેરિફ વોર વધશે તેવી દહેશતના પગલે આજે ભારતીય શેરબજાર ધરાશાયી થયું છે. આજે સેન્સેક્સમાં 1281 અંકનું તતા સ્મોલ કેપમાં 1909 અંકનું ગાબડુ નોંધાયુ હતું. આજે રિયલ્ટી, હેલ્થકેર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ-ગેસ સહિતના સેક્ટરમાં 4% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 10 લાખ કરોડ જેટલો ઘટાડો થતાં રૂા. 408.88 લાખ કરોડ થઈ ગઈ હતી. સેન્સેક્સના આજે 30માંથી 29 શેર ઘટી રહ્યા હતા અને નિફ્ટીના 50 શેરોમાંથી 47માં ઘટાડો જોવા મળ્યો હતો.
ગઈકાલે 77311ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 73 પોઈન્ટના વધારા સાથે 77,384 પર ખુલ્યો હતો. પરંતુ ભારે વહેચવાલીના પગલે બપોરે બે વાગ્યાના આસપાસ સેન્સેક્સ ગઈ કાલના બંધથી 1281 અંક તુટીને 76,030 પર ટ્રેડ થયો હતો. નિફ્ટીમાં પણ આજે 1.5 ટકા જેવું ગાબડુ પડ્યું હતું. ગઈકાલના 23,381ના બંધથી નિફ્ટી આજે ફ્લેટ ખુલી હતી. ભારે વેચવાલીથી નિફ્ટીમાં આજે 395 અંકનું ગાબડુ પડતા 22,986 પર ટ્રેડ થઈ હતી.
એશિયન બજારોમાં મિશ્ર કારોબાર એશિયન બજારોમાં, કોરિયાના કોસ્પીમાં 0.46% અને તાઇવાનના તાઇવાન કેપિટલાઇઝેશન વેઇટેડ સ્ટોક ઇન્ડેક્સમાં 0.64%નો વધારો થયો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.16% ઘટીને કારોબાર કરી રહ્યો છે. ગજઊના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ 10 ફેબ્રુઆરીના રોજ 2,463.72 કરોડ રૂૂપિયાના શેર વેચ્યા હતા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારોએ 1,515.52 કરોડ રૂૂપિયાના શેર ખરીદ્યા. શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વચ્ચે નિફ્ટી ઓટો, મીડિયા, ફાર્મા, પબ્લિક સેક્ટર બેન્ક, હેલ્થ કેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં એકથી દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે લાર્જકેપ કંપનીઓએ નાની કંપનીઓ, મિડકેપ અને સ્મોલકેપ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.
ટ્રમ્પની ધમકીનો ભારત સૌથી વધુ ભોગ બનવાની સંભાવના
મોર્ગન સ્ટેનલીથી નોમુરા હોલ્ડિંગ્સ ઇન્ક. સુધીની વૈશ્વિક બેંકોના અર્થશાસ્ત્રીઓએ ભારત અને થાઈલેન્ડને ટ્રેડિંગ પાર્ટનર્સ પર પારસ્પરિક ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિજ્ઞાના જોખમોની અસરો થવાની સંભાવના દર્શાવી છે. બે એશિયાઈ દેશો યુએસ પર જે ટેરિફ લાદે છે તે સરેરાશ, યુએસ દ્વારા તેમના પર વસૂલવામાં આવેલા દર કરતા ઘણા વધારે છે, અલબત ટ્રમ્પે હજુ સુધી સંભવિત નીતિ સ્પષ્ટ કરવાની બાકી છે, જેમાં કયા દેશોને અને કયા આધારે નિશાન બનાવવામાં આવશે. બ્લૂમબર્ગ ઇકોનોમિક્સના માએવા કઝીન અને ડોઇશ બેંકના જ્યોર્જ સારાવેલોસ એવા લોકોમાં સામેલ છે જેમણે શોધી કાઢ્યું હતું કે યુ.એસ. સાથે ભારતના વ્યાપક ટેરિફ તફાવતના કારણે અમેરિકાના બદલાનું વધુ જોખમ છે.