શેર બજારે તમામ રેકોર્ડ તોડ્યા, સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઇ સાથે ખૂલ્યા
10:34 AM Aug 30, 2024 IST
|
Bhumika
Advertisement
આજે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ-નિફ્ટીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આજે પ્રથમ વખત સેન્સેક્સ 502 પોઈન્ટના બમ્પર જમ્પ સાથે 82637ના સ્તર પર ખુલ્યો હતો. ત્યાં જ નિફ્ટીએ પણ ઈતિહાસ રચ્યો હતો અને દિવસની શરૂઆત 25249ની સર્વકાલીન ઉચ્ચ સપાટીથી 97 પોઈન્ટના વધારા સાથે કરી હતી.
Advertisement
આજે સ્થાનિક શેરબજાર ફરી એક નવો ઈતિહાસ રચી શકે છે. એશિયન માર્કેટ અને ગિફ્ટી નિફ્ટી સમાન સંકેતો આપી રહ્યા છે. આજે જે શેરો તેમના વિવિધ અપડેટ્સને કારણે ફોકસમાં રહેશે તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, LIC, NTPC, ITI, લેમન ટ્રી હોટેલ્સ, સ્પાઇસજેટ, રેલ વિકાસ નિગમ સામેલ છે.
Next Article
Advertisement