For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શેરબજારનું બાઉન્સબેક: સેન્સેકસ ફરી 71500ને પાર

11:39 AM Feb 13, 2024 IST | Bhumika
શેરબજારનું બાઉન્સબેક  સેન્સેકસ ફરી 71500ને પાર

ગઇકાલે સેનસેકસમાં 500થી વધુ પોઇન્ટના ઘટાડા બાદ આજે સેનસેકસમાં તેજી જોવા મળી હતી. એશિયન માર્કેટમાં મજબુતી સાથે વેપારનું વલણ જોવાતા ભારતીય શેરબજાર પણ આજે બાઉન્સબેક થયું હતું. 71072ના લેવલે બંધ થયેલો સેનસેકસ આજે પ્રારંભીક સેસનમાં જ 430 થી વધુ પોઇન્ટ ઉછળ્યો હતો. આજે 220 પોઇન્ટના વધારા સાથે 71292 પર ખુલેલા સેનસેકસે 431 પોઇન્ટ ઉછડીને 71503નો હાઇ બનાવ્યો હતો. અને ફરીથી 71500ની સપાટી ક્રોસ કરી હતી. નિફટીમાં ગઇકાલના 21616ના બંધ સામે આજે 48 પોઇન્ટ વધીને નિફટી 21664 પર ખુલી હતી. બાદમાં ગઇકાલના બંધથી 106 પોઇન્ટ વધીને 21722ના હાઇ સુધી પહોંચી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement