દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પાર
સોનામાં 1000 રૂા.ની તેજી જોવા મળી જયારે ચાંદીમાં ફ્લેટ કારોબાર
દિવાળીનાં દિવસે શેર બજારમા શાનદાર રોનક જોવા મળી હતી. જયારે દિવાળીનાં દિવસે માર્કેટ ખુલતા જ સેન્સેકસ અને નીફટી ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યા હતા શરુઆતમા સેન્સેકસમાં 650 પોંઇટની તેજી જોવા મળી હતી જયારે નીફટી પણ પ્રથમ વખત 25900 ની સપાટીને પાર જોવા મળી હતી.આજે સેન્સેકસ 84,556 સુધી ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો જયારે નીફટી પ્રથમ વખત 25900 ની સપાટી ક્રોસ કરીને 25927 સુધી પહોંચ્યો હતો.
સેન્સેકસ અને નીફટીની સાથે સાથે બેંક નીફટીમા પણ ભારે ચમક જોવા મળી હતી. આજે બેંક નીફટીના 12 શેર માંથી 11 શેરમા ભારે તેજી અને ખરીદી જોવા મળી હતી. બેંક નીફટી પણ આજે 57,900 ની સપાટી ક્રોસ કરીને હાલ 57930 પર ટ્રેડ થઇ રહી છે આજે એકસીસ બેંક, ફેડરલ બેંક , એસબીઆઇ તેમજ કોટક બેંકમા તેજી જોવા મળી હતી.
મીડકેપ શેરોમા પણ ખરીદી જોવા મળી હતી અને 320 પોઇન્ટનાં વધારા સાથે 59218 પર ટ્રેડ થઇ રહી હતી. હાલ સેન્સેકસના 1550 શેરોમા ખરીદી જોવા મળી છે જયારે 1062 શેરો લાલ નિશાનમા જોવા મળ્યા હતા. આજે બેંકીગ આઇટી તેમજ ફાર્મા કંપનીનાં શેરોમા વધારો જોવા મળ્યો હતો.
શેર બજારની સાથે સાથે સોના - ચાંદીનાં ભાવમા પણ તેજી જોવા મળી હતી આજે એમસીએકસમા સોનુ 1,27,950 પર જોવા મળ્યુ હતુ એટલે કે આજે સોનામા 900 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ચાંદીમા શરુઆતમા રૂ. 1000 નો વધારો જોવા મળ્યા બાદ હાલ 300 સુધી નીચે સરકી છે. એમસીએકક્ષમા ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,56,622 પર જોવા મળ્યો હતો. આવતીકાલે શેર બજાર માત્ર એક કલાક માટે ખુલશે. દિવાળીનાં મુહુર્તનાં સોદા બપોરે 1.4પ થી 2.45 વાગ્યા સુધી પડશે. બુધવારે શેર બજાર બંધ રહેશે.