For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છ મહિના પછી સ્ટે આપોઆપ સમાપ્ત થતો નથી: સુપ્રીમ

04:21 PM Feb 29, 2024 IST | Bhumika
છ મહિના પછી સ્ટે આપોઆપ સમાપ્ત થતો નથી  સુપ્રીમ
  • 2018નો ચૂકાદો ઊલ્ટાવતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું, અદાલતોએ કેસોના નિકાલની સમયરેખા નક્કી કરવાથી દૂર રહેવું

સુપ્રીમ કોર્ટે એશિયન રિસરફેસિંગ ચુકાદાને ઉથલાવી આજે મોટો નિર્ણય લેતા, કહ્યું કે બંધારણીય અદાલતોએ કેસોના નિકાલ માટે સમયમર્યાદા નક્કી કરવાનું ટાળવું જોઈએ. એશિયન રિસરફેસિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે તેના 2018ના ચુકાદામાં ફેરફાર કર્યો છે.

Advertisement

એવું કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા સિવિલ અને ફોજદારી કેસોની સુનાવણી પર રોક લગાવવામાં આવેલા વચગાળાના આદેશો ઈશ્યુની તારીખથી 6 મહિના પછી આપોઆપ સમાપ્ત થઈ જશે, સિવાય કે હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટપણે લંબાવવામાં આવે.

હવે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અભય એસ ઓકા, જેપી પારડીવાલા, પંકજ મિત્તલ અને મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય બદલ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ અથવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટે છ મહિના પછી આપમેળે સમાપ્ત થઈ શકે નહીં. જસ્ટિસ ઓકા, જેમણે ચુકાદો વાંચ્યો, કહ્યું કે બેન્ચ આશિર રિસરફેસિંગ કેસમાં નિર્દેશો સાથે સંમત નથી. બંધારણીય અદાલતોએ કેસોના નિર્ણય માટે સમયમર્યાદા નક્કી કરવાનું ટાળવું જોઈએ. જો કે, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ અસાધારણ સંજોગોમાં થઈ શકે છે.

Advertisement

જણાવી દઈએ કે અગાઉના નિર્ણયમાં જીાયિળય ઈજ્ઞીિિં કહ્યું હતું કે તમામ દિવાની અને ફોજદારી કેસોમાં કાર્યવાહી પર સ્ટેનો આદેશ છ મહિનાની સમય મર્યાદા સમાપ્ત થયા પછી આપોઆપ સમાપ્ત થઈ જશે, જો તેને ફરીથી વધારવામાં નહીં આવે. સુપ્રિમ કોર્ટે આ નિર્ણય એશિયન રિસરફેસિંગ ઓફ રોડ એસન્સી પી લિમિટેડ વિરુદ્ધ સીબીઆઈના ડિરેક્ટરના કેસમાં આપ્યો હતો. જો કે, બાદમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો તેના દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હોય તો તે નિર્ણય લાગુ પડતો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement