ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગૂગલ મેપથી કાર ખાડામાં ખાબકતાં સ્ટેશન માસ્તરનું મૃત્યુ

11:04 AM Mar 04, 2025 IST | Bhumika
Advertisement

ગ્ર્રેટર નોઇડામાં મેપ જોઇ કાર હંકારતા રેલવે અધિકારીની કાર નાળામાં પડી

Advertisement

ગુગલ મેપના કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે. ગ્રેટર નોઈડામાં ગુગલ મેપની મદદથી જઈ રહેલા સ્ટેશન માસ્ટરની કાર 30 ફૂટ ઊંડા નાળામાં પડી ગઈ હતી. અકસ્માતમાં સ્ટેશન માસ્તરનું મોત થયું હતું. સ્ટેશન માસ્તર લગ્ન પ્રસંગમાં જતા અકસ્માતનો ભોગ બન્યા હતા.વાસ્તવમાં, આ સમગ્ર મામલો બીટા ટુ પોલીસ સ્ટેશન વિસ્તારના ઙ3 સેક્ટર પાસેનો છે, જ્યાં દિલ્હીના મંડાવલીમાં રહેતા સ્ટેશન માસ્ટર ભરત ભાટી એક લગ્ન સમારોહમાં જઈ રહ્યા હતા.
લગ્ન સમારોહમાં જવાનો રસ્તો તેમણે ન જોયો હોવાથી તેમણે ગૂગલ મેપનો સહારો લીધો હતો. જ્યારે તેણે કેન્દ્રીય વિહાર-2 સોસાયટીની સામે તેની કાર ખૂબ જ ઝડપે હંકારી હતી, ત્યારે થોડે આગળ જતાં રસ્તો પૂરો થયો અને એક નાળું આવ્યું. આ દરમિયાન અચાનક તેની કાર ઊંડા ગટરમાં પડી ગઈ હતી. આ ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી.

આઈડી કાર્ડથી થઈ ઓળખમાહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેના જવાનો સાથે સ્ટેશન માસ્ટરને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરી હતી અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે સ્ટેશન માસ્ટરને તેના આઈડી કાર્ડ દ્વારા ઓળખી કાઢ્યો હતો અને તેના પરિવારને અકસ્માતની જાણ કરી હતી.

વાસ્તવમાં આ જગ્યા એવી છે કે જ્યાં દરરોજ અકસ્માતો થાય છે. આગળ રસ્તો અચાનક બંધ થઈ જાય છે અને સીધો જ નાળામાં ખુલે છે, જેના કારણે વાહન ચાલકનું ધ્યાન નથી પડતું અને વાહન સીધુ જ ગટરમાં પડી જાય છે. જો કે, હવે ભવિષ્યમાં કોઇપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અહીં બેરીકેટીંગ મુકવામાં આવ્યું છે.

Tags :
accidentcar accidentdeathGoogle MapsGreater Noidaindiaindia news
Advertisement
Next Article
Advertisement