ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકાર
ઇન્ડિગોની કટોકટીના કારણે પાંચ દિવસથી લૂંટ ચલાવતી એરલાઇન્સની મનમાની સામે હાથ જોડી રહ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં: ભાડાનું મોનિટરિંગ કરશે
દેશમાં 65 ટકા જેટલો હવાઇ યાત્રામાં યોગદાન ધરાવતી ઇન્ડિગો નવા રોસ્ટિંગ સંબંધી નિયમો અને તેના ગેરમેનેજમેન્ટના કારણે મુશ્કેલીમાં મુકાઇ હતી. આ કારણે છેલ્લા પાંચ દિવસથી તે મુસાફરોને છેક સુધી લટકાવી છેલ્લી ઘડીએ સેંકડો ફલાઇટસ રદ કરતી હતી. બીજી એરલાઇન્સોએ આ તકનો ગેરલાભ લઇ મુસાફરીભાડા એક લાખ સુધી વધારીને રીતસરની લુંટ ચલાવી હતી. રોસ્ટિંગ નિયમો હળવા કરતાં ઇન્ડીગોને એરલાઇન્સને રાહત મળી છે અને તેના કારણે આજે પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ પાંચ દિવસથી તમાશો જોતી સરકારે ઘોડા નાસી જાય પછી તબેલા તાળા મારવા પગલું ભર્યું છે.
મુસાફરોને તકવાદી ભાવવધારાથી બચાવવા માટે, મંત્રાલયે તેની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને અસરગ્રસ્ત તમામ રૂૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા (ફેર કેપ) નક્કી કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશન (ખજ્ઞઈફ) દ્વારા આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા શનિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિર્દેશમાં તમામ એરલાઈન્સને આ નિર્ધારિત ભાડા મર્યાદાનું કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ભાવ મર્યાદા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી ફ્લાઇટની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થઈ જાય. સરકારનો આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે છે કે મુશ્કેલીમાં મુકાયેલા મુસાફરોનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય. આ સમયગાળા દરમિયાન જે નાગરિકોને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂૂર હોય જેમાં વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓનો સમાવેશ થાય છે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે તે રિયલ-ટાઇમ ડેટા, એરલાઈન્સ અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ સાથે સક્રિય સંકલન દ્વારા ભાડાના સ્તર પર સતત અને નજીકથી દેખરેખ રાખશે. નિર્ધારિત નિયમોમાંથી કોઈપણ પ્રકારનું વિચલન જનહિતમાં તાત્કાલિક સુધારાત્મક કાર્યવાહીને પાત્ર બનશે.
આવતીકાલે રાત્રે 8 વાગ્યા સુધીમાં રિફંડ ચૂકવવા ઈન્ડિગોને આદેશ
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ આજે ઇન્ડિગો એરલાઇન્સને તમામ પેસેન્જર રિફંડ વિલંબ વિના ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. એક સત્તાવાર પ્રકાશન અનુસાર, મંત્રાલયે આદેશ આપ્યો છે કે રદ કરાયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે રિફંડ પ્રક્રિયા રવિવાર, 7 ડિસેમ્બરના રોજ રાત્રે 8:00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવી આવશ્યક છે.
મંત્રાલયે એરલાઇન્સને એવી પણ સૂચના આપી છે કે જે મુસાફરોની મુસાફરી યોજનાઓ રદ થવાથી પ્રભાવિત થઈ હોય તેમના માટે કોઈપણ રિશેડ્યુલિંગ ચાર્જ વસૂલ ન કરવો. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિફંડની પ્રક્રિયામાં કોઈપણ વિલંબ અથવા પાલન ન કરવાથી મંત્રાલયની સત્તાઓ હેઠળ તાત્કાલિક નિયમનકારી કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે, ઇન્ડિગોને સમર્પિત પેસેન્જર સપોર્ટ અને રિફંડ સુવિધા કોષો સ્થાપવા માટે સૂચના આપવામાં આવી છે. આ કોષોને અસરગ્રસ્ત મુસાફરોનો સક્રિયપણે સંપર્ક કરવા અને બહુવિધ ફોલો-અપની જરૂૂર વગર રિફંડ અને વૈકલ્પિક મુસાફરી વ્યવસ્થાઓ પ્રક્રિયા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં સુધી કામગીરી સંપૂર્ણપણે સ્થિર ન થાય ત્યાં સુધી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ સક્રિય રહેશે.
રિલીઝ મુજબ, મંત્રાલયે ઇન્ડિગોને નિર્દેશ આપ્યો છે કે ફ્લાઇટ રદ થવા અથવા વિલંબને કારણે મુસાફરોથી અલગ કરાયેલા તમામ સામાનને આગામી 48 કલાકની અંદર શોધી કાઢવામાં આવે અને મુસાફરના રહેઠાણ અથવા પસંદગીના સરનામે પહોંચાડવામાં આવે. એરલાઇન્સને કહેવામાં આવ્યું છે કે તેઓ ટ્રેકિંગ અને ડિલિવરીની સમયરેખા અંગે મુસાફરો સાથે સ્પષ્ટ વાતચીત કરે અને હાલના મુસાફર અધિકાર નિયમો હેઠળ જરૂૂર પડે ત્યાં વળતર આપે. ‘