સ્પીડ પોસ્ટ થયું મોંઘુ, નવા સ્લેબ સાથે 30% વધારો ઝિંકાયો
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે તેના સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે 25થી 30 ટકાનો વધારો કરી દીધો છે. પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડપોસ્ટ પાર્સલ માટે રૂૂ.15 લેવાતા હતા તે વધારીને રૂૂ.19 કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત જૂના અને નવા ડિસ્ટન્સના સ્લેબમાં 201થી 500 કિલોમીટરનો અને 501થી 1000 કિલોમીટરનો મળીને બે નવા સ્લેબ ઉમેરવામાં આવ્યા છે અને તેના સ્પીડ પોસ્ટના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. 50 ગ્રામ વજનનુ આ જ પાર્સલ 200થી માંડીને 2000 કિલોમીટર સુધીના ત્રણ જુદાં જુદાં અંતરે મોકલવાનું હોય તો તેને માટેનો ચાર્જ રૂૂ. 35નો હતો. પરંતુ નવા ચાર્જની સિસ્ટમમાં 200 કિલોમીટર201થી 500 કિલોમીટર, 501થી 1000 અને 1000થી 2000 કિલોમીટર એમ પાંચ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. 200 કિલોમીટર સુધી તે ચાર્જ રૂૂ. 47, 201થી 2000 કિલોમીટરના તમામ સ્સ્લેબ માટે રૂૂ. 47નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આમ તેમાં રૂૂ. 12નો વધારો કરવામાં આવ્યો છે. જે અંદાજે 30થી 31 ટકાનો વધારો દર્શાવે છે.
51 ગ્રામથી 200 ગ્રામ સુીના પાર્સલની લોકલ ડિલીવરી હોય તો રૂૂ. 25 લેવામાં આવતા હતા. હવે 51 ગ્રામથી માંડીને 250 ગ્રામ વજનના પાર્સલની લોકલ ડિલીવરી રૂૂ. 24માં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પોતાના જ શહેરમાં તેની ડિલીવરી કરવાનો ચાર્જમાં રૂૂ. 1નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સામે 200 કિલોમીટર સુધી સ્પીડપોસ્ટ મોકલવાનો ચાર્જ રૂૂ. 35થી વધારીને રૂૂ.59 કરી દેવામાં આવ્યો છે. આ વધારો અદાજે 75 ટકાનો છે.
જૂના ચાર્જની સિસ્ટમમાં 51 ગ્રામથી 200 ગ્રામનો સ્લેબ હતો તે બદલીને 51 ગ્રામથી 250 ગ્રામનો સ્લેબ કરવામાં આવ્યો છે. 250 ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પાર્સલ પોતાના જ શહેરમાં મોકલવાના હશે તો તેને માટે માત્ર રૂૂ. 24નો ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સ્પીડપોસ્ટમાં 250 ગ્રામ સુધીનું પાર્સલ 200 કિલોમીટર સુધી મોકલવાના રૂૂ.59 લેવામાં આવશે.
201થી 500 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી 250 ગ્રામ સુધીનું પાર્સલ મોકલવાના રૂૂ. 63 લેવામાં આવશે. તેમ જ 501થી 1000 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી મોકલવાના રૂૂ. 68, 1000થી 2000 કિલોમીટર સુધી આ પાર્સલ મોકલવાનાર રૂૂ. 72 અને 2000 કિલોમીટરથી વધુ લાંબા અંતેરે 250 ગ્રામનું પાર્સલ મોકલવાના રૂૂ. 77 લેવામાં આવશે. જૂની વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટનું 200 ગ્રામ વજન સુધીનું પાર્સલ હોય તો તેન પોતાના જ શહેરમાં મોકલવાના રૂૂ.25, 201થી 500 કિલોમીટરનું હોય તો રૂૂ. 35, 201થી 1000 કિલોમીટરના અંતર સુધી મોકલવાના રૂૂ. 40, 1001થી 2000 કિલોમીટરનું અંતર હોય તો રૂૂ. 60 અને 2000 કિલોમીટરથી વધુ ડિસ્ટન્સ હોય તો સ્પીડ પોસ્ટના રૂૂ. 70 લેવામાં આવતા હતા.
251 ગ્રામથી 500 ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પોર્સલ પોતાને જ શહેરમાં મોકલવાના રૂૂ.30 લેવાતા હતા. હવે નવી સિસ્ટમમાં તેના ચાર્જ રૂૂ. 28 કરી દેવામાં આવ્યા છે. પરંતુ 200 કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂૂ.50, 201થી 1000 કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂૂ. 60, 1001થી 2000 કિલોમીટરના રૂૂ. 80 અને 2000 કિલોમીટરથી લાંબા અંતર માટે રૂૂ. 90 વસૂલવામાં આવતા હતા. પરંતુ નવી વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટમા 200 કિલોમીટર દૂર 500 ગ્રામ વજનનું સ્પીડપોસ્ટનું પાર્સલ મોકલવા માટે રૂૂ. 70,, 201થી 500 કિલોમીટર માટે રૂૂ. 75, 510થી 100 કિલોમીટર માટે રૂૂ. 82, 1001થી 2000 કિલોમીટર માટે રૂૂ. 85 અને 2000 કિલોમીટરથી વધુ અંતર માટે રૂૂ. 93 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.