સ્પેકટ્રમ વોર, જિયો- એરટેલનો મસ્ક-બેઝોસ સામે ખુલ્લો વિરોધ
વિદેશી સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીને ભારતમાં પ્રવેશ સામે ઇન્ડીયા મોબાઇલ કોંગ્રેસમાં ઙખ મોદીની હાજરીમાં વિરોધ
રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ મંગળવારે એક રીતે યુદ્ધનું મેદાન બની ગઈ હતી. એક તરફ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને સુનીલ ભારતી મિત્તલની એરટેલ હતી અને બીજી બાજુ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક હતા. સ્થાનિક કંપનીઓને ડર છે કે હરાજી-મુક્ત રૂૂટથી મસ્કની કંપની સ્ટાર લિંક અને જેફ બેઝોસના સેટકોમ વેન્ચર પ્રોજેક્ટ કુઇપરને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશવાની મંજૂરી મળશે. તેના કારણે સ્થાનિક કંપનીઓને સ્પર્ધાના નવા મોજાનો સામનો કરવો પડશે.
મંગળવારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં જિયોના સ્થાપક આકાશ અંબાણી અને એરટેલના સુનીલ મિત્તલે સરકારને ફરિયાદ કરી હતી કે વિદેશી કંપનીઓને ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અંબાણીએ ભારતીયોના ડેટાને દેશમાં સંગ્રહિત કરવાની માંગ કરી અને તેને વિદેશ મોકલવા પર ચિંતા વ્યક્ત કરી. મિત્તલે સૂચન કર્યું કે વિદેશી સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપનીઓએ પણ સ્થાનિક કંપનીઓની જેમ સ્પેક્ટ્રમ ખરીદવું જોઈએ. સ્થાનિક કંપનીઓ હરાજી દ્વારા સ્પેક્ટ્રમ મેળવે છે. એલોન મસ્કની સ્ટારલિંક ઉપગ્રહ સંચારમાં મુખ્ય ખેલાડી છે.
એલોન મસ્ક જીઓના વાંધાઓથી નાખુશ છે. તેણે હરાજીનો વિરોધ કર્યો છે. મસ્કે સોમવારે ટ્વિટર પર લખ્યું કે આ પહેલા ક્યારેય બન્યું ન હતું. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન લાંબા સમયથી આ સ્પેક્ટ્રમને સેટેલાઇટ માટે વહેંચાયેલ સ્પેક્ટ્રમ તરીકે ઓળખાવે છે. મિત્તલે પોતાના ભાષણમાં જીઓની માંગનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે શહેરી વિસ્તારો અને છૂટક ગ્રાહકોને સેવા આપવા માંગતા સેટેલાઇટ ઓપરેટરોએ નિયમિત લાયસન્સ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ.
તેમણે કહ્યું કે ભારતમાં પણ વિદેશી કંપનીઓએ તેનું પાલન કરવું જોઈએ. તેઓએ લાઇસન્સ મેળવવું જોઈએ, સ્પેક્ટ્રમ ખરીદવું જોઈએ, લાઇસન્સ ફી અને કર ચૂકવવો જોઈએ અને તમામ નિયમોનું પાલન કરવું નિષ્ણાતો કહે છે કે જીઓ સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણી રોકવા માંગે છે. આ માટે તે વિકલ્પો શોધી રહી છે. આમાં કાયદાકીય વિકલ્પો પણ સામેલ છે.
સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે નવા કાયદા અનુસાર સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણીની જોગવાઈ છે. તેમણે કહ્યું કે વિશ્વના તમામ દેશો માટે આ સિસ્ટમ છે. સિંધિયાએ કહ્યું કે સેટેલાઇટ સેવાઓ માટે સ્પેક્ટ્રમની ફાળવણી વહીવટી રીતે કરવામાં આવશે. પરંતુ આનો અર્થ એ નથી કે તે ચૂકવવાની જરૂૂર નથી. સ્પેક્ટ્રમની કિંમત અને તેની ફાળવણીની ફોર્મ્યુલા ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા નક્કી કરવામાં આવશે.
જ્યારે સ્પેક્ટ્રમ વહેંચાયેલું છે તો ભાવ વ્યક્તિગત રીતે કેવી રીતે નક્કી કરી શકાય.
આ વર્ષે હરાજી નહીં કરવા મસ્કની તરફેણમાં નિર્ણય
ઈલોન મસ્કે વર્તમાન હરાજી પ્રક્રિયા પર વાંધો ઉઠાવતાં ટેલિકોમ સેક્ટર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે હવે કોઈ હરાજી ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે સ્પેક્ટ્રમ હરાજીને યોગ્ય ઠેરવવામાં આવી હતી, પરંતુ ઈલોન મસ્કે વાંધો ઉઠાવતાં આ પ્રક્રિયાને અયોગ્ય ઠેરવી હતી. મસ્કે ભારતમાં હરાજીની આ પ્રક્રિયાની ટીકા કરતાં કહ્યું હતું કે, ભારતે વૈશ્વિક નિયમોનું પાલન કરવું જોઈએ, મસ્ક ભારતીય ટેલિકોમ સેક્ટરમાં પોતાની કંપની સ્ટારલિંક સાથે પ્રવેશ કરવાના પ્રયાસમાં છે. જ્યોતિરાદિત્ય સિંઘિયાએ મસ્ક અને ભારતીય ટેલિકોમ કંપનીઓ વચ્ચેના વિવાદ મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી છે કે, સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે સ્પેક્ટ્રમની ફાળવણી હરાજી મારફત નહીં, પરંતુ એડમિનિસ્ટ્રેટિવના આધાર પર કરવામાં આવશે. જેથી સ્પેક્ટ્રમ માટે હવે કંપનીઓએ ઊંચા બીડ ભરવા પડશે નહીં.