મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાત
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી, અર્ધ-સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં મરાઠી બોલવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મરાઠી ભાષામાં બોલવા માટે ઓફિસમાં સાઈનબોર્ડ લગાવવા પડશે. માહિતી અનુસાર, સરકારી કચેરીઓમાં કમ્પ્યુટર કીબોર્ડ પણ મરાઠી ભાષામાં હશે.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સરકારી કચેરીઓમાં મરાઠી ભાષાનો ઉપયોગ ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો મરાઠી ભાષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કરશે તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ ગયા શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પુણેની ફર્ગ્યુસન કોલેજમાં ત્રીજી વિશ્વ મરાઠી પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન, તેમણે મરાઠી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે એઆઈનો લાભ લેવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે મહાન મરાઠી લેખકોની કૃતિઓ આવનારી પેઢીઓ સુધી પહોંચે. આ સમય દરમિયાન તેમણે અઈં નો ઉપયોગ કરીને એક નાનકડી ભાષાનું મોડલ વિકસાવવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે કેન્દ્ર સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો હતો.