યુપીમાં સપા-કોંગ્રેસનું ગઠબંધન ભાજપને પડકાર નહીં આપી શકે
લાંબી ખેંચતાણના અંતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ. કોંગ્રેસ અને સપા બંને ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈં.ગ.ઉ.ઈં.અ.)માં છે અને ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાની વાતો કરતાં હતાં પણ બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો પડી ગયેલો.ઉકેલાઈ ગયો ને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આખરે બેઠકો માટે સમજૂતી થઈ ગઈ છે. આ સમજૂતી પ્રમાણે ઉત્તર પ્રદેશની લોકસભાની 80 બેઠકોમાંથી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી 63 બેઠકો પર જ્યારે કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે.
મહત્ત્વની વાત એ છે કે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું જોડાણ માત્ર ઉત્તર પ્રદેશ પૂરતું મર્યાદિત નથી પણ મધ્ય પ્રદેશમાં પણ બંને પક્ષ સાથે મળીને લડવાના છે. મધ્ય પ્રદેશમાં લોકસભાની 29 બેઠકો છે. તેમાંથી 28 બેઠકો પર કોંગ્રેસ લડશે જ્યારે એક બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર લડશે. સમાજવાદી પાર્ટીએ મધ્ય પ્રદેશમાં ખજૂરાહો બેઠક માગી હતી. કોંગ્રેસે આ બેઠક સપાને આપી દેતાં હવે ખજૂરાહોમાં ભાજપ વર્સીસ સપાનો જંગ થશે.
અખિલેશ પાસે યાદવો સહિતની ઓબીસી મતબેંક અને મુસ્લિમો છે કોંગ્રેસ પાસે પોતીકું કહેવાય એવું કશું મોટું બચ્યું નથી પણ દલિત, બ્રાહ્મણ, મુસ્લિમ વગેરે થોડા થોડા ગણીને કુલ મતદારોમાંથી દોઢ-બે ટકા મતદારો છે એ જોતાં અખિલેશ યાદવે સારી જમાવટ કરી નાંખી છે એવું કાગળ પર લાગે છે પણ સવાલ આ જોડાણ ભાજપ સામે પડકારરૂૂપ છે કે નહીં તેનો છે.
અત્યારે યુપીમાં જે રાજકીય સમીકરણો છે એ જોતાં તો આ મોરચો ભાજપ માટે બહુ પડાકરૂૂપ બની શકે એવું લાગતું નથી. તેનું કારણ એ કે, આ મોરચામાં જે કંઈ જોર કરવાનું છે એ અખિલેશ યાદવે જ કરવાનું છે ને બાકીના તો ઉચકૂચિયા છે. અખિલેશની પોતાની એક તાકાત છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ એ તાકાત ભાજપને પછાડી શકે એટલી નથી જ. તેમાં પણ લોકસભાની ચૂંટણીમાં તો લોકો નરેન્દ્ર મોદીના નામે મતદાન કરે છે એ જોતાં ભાજપને હંફાવવો અઘરો છે. ગત ચુંટણીમાં સારી એવી વોટબેંક ધરાવતા માયાવતી સામે સપાનુ ગઠબંધન હતું. તેમ છતાં ભાજપને ત્યાંથી 63 બેઠકો મળી હતી તે ભુલવુંં ન જોઇએ.