For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાયનાડના અસરગ્રસ્તોની મદદે આવ્યા સાઉથ સ્ટાર્સ

12:45 PM Aug 02, 2024 IST | admin
વાયનાડના અસરગ્રસ્તોની મદદે આવ્યા સાઉથ સ્ટાર્સ

સીએમ રિલીફ ફંડમાં માતબર દાન આપ્યું

Advertisement

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા કાટમાળ નીચે દટાયા છે. લોકોને બચાવવા માટે સરકારની જેમ બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ આફતથી પીડિત લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ જરૂરિયાતમંદોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે.

એનિમલ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ અકસ્માતમાં ફસાયેલા અને તેનાથી ઘાયલ થયેલા લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. એક્ટ્રેસે સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂૂપિયાનું દાન કર્યું છે. રશ્મિકા સિવાય મલયાલમ એક્ટર ફહાદ ફાસીલ અને તેની પત્ની નઝરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂૂપિયાનું દાન કર્યું છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરીને તમામ સ્ટાર્સ રિયલ લાઈફ હીરો બની ગયા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement