ડાયરેક્ટર તરીકેની સોનુ સૂદની પ્રથમ ફિલ્મ ‘ફતેહ’ ડીપફેક ઉપર આધારિત
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ડીપફેક ટૂલ્સ લોકોની પર્સનલ સ્પેસને નુકસાન પહોંચાડવા લાગ્યા છે. બોલિવૂડની ઘણી એવી હસ્તીઓ છે જે આનો શિકાર બની છે. તાજેતરમાં સોનુ સૂદ પણ આનો શિકાર બન્યો હતો. પરંતુ આનાથી પરેશાન થવાને બદલે તેણે તેની સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન સોનુ સૂદે કહ્યું હતું કે આ ખૂબ જ ચોંકાવનારું છે.
ઈન્ટરવ્યુ દરમિયાન સોનુ સૂદે કહ્યું કે, પબધા લોકો ડિપફેકની જાળમાં ફસાઈ રહ્યા છે અને તેનો શિકાર બની રહ્યા છે. ઘણા એવા સેલેબ્સ છે જેઓ તેનાથી પીડિત છે. આ એક મોટી ચિંતા છે જેના વિશે વાત થવી જોઈએ. દેશમાં આને લગતી 200 ઋઈંછ નોંધાઈ છે.
સોનુ સૂદ પણ ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. જ્યારે તેનો વીડિયો વાયરલ થયો ત્યારે તેના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી હતી. વાસ્તવમાં વીડિયોમાં અભિનેતાના નામ પર કોઈ અન્ય વ્યક્તિ ચોરી કરતી જોવા મળી હતી. જેનો ચહેરો તેના ચહેરા સાથે મોર્ફ કરવામાં આવ્યો હતો. હવે સોનુ આને રોકવા માટે પગલાં લઈ રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે તેની આગામી ફિલ્મ ફતેહથી દિગ્દર્શક તરીકેની શરૂૂઆત કરવા જઈ રહ્યો છે.
સોનુ સૂદની ફિલ્મ ફતેહ આ મુદ્દાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં સાયબર ક્રાઈમ દ્વારા થતી ચોરીની સ્ટોરી દર્શાવવામાં આવી છે. જે ડીપફેક વીડિયોની આસપાસ ફરે છે. ફતેહની વાર્તા બતાવવાનો આ યોગ્ય સમય છે. આ ફિલ્મ દ્વારા ફ્રોડ કરનારાઓની સ્ટોરી બતાવવામાં આવી છે. લોકો આ ફિલ્મ સાથે ઘણું બધું રિલેટ કરી શકશે. કારણ કે તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ફતેહમાં જેકલીન ફર્નાન્ડિસ લીડ રોલમાં છે.