For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જશે: આ રાજ્યમાંથી નોંધાવી ઉમેદવારી

01:57 PM Feb 14, 2024 IST | Bhumika
સોનિયા ગાંધી હવે રાજ્યસભામાં જશે  આ રાજ્યમાંથી નોંધાવી ઉમેદવારી

Advertisement

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી હવે લોકસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે સોનિયા ગાંધી રાજસ્થાનની રાજધાની જયપુર પહોંચ્યાં હતા. આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.સોનિયા નહેરુ-ગાંધી પરિવારમાંથી રાજ્યસભામાં જનારા બીજા મહિલા છે. આ પહેલા ઈન્દિરા ગાંધી રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.

આજે 27મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 5 અને કોંગ્રેસે 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ભાજપે ઓડિશાથી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મેદાનમાં ઉતાર્યા છે. તેમને બીજેડીનું સમર્થન મળ્યું છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા અને બંસીલાલ ગુર્જરને મધ્યપ્રદેશથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Advertisement

તે જ સમયે, કોંગ્રેસે રાજ્યસભા માટે તેની પ્રથમ યાદી પણ જાહેર કરી. સોનિયા ગાંધી ઉપરાંત હિમાચલ પ્રદેશમાંથી અભિષેક મનુ સિંઘવી, બિહારમાંથી ડૉ.અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રમાંથી ચંદ્રકાંત હંડોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા રવિવારે (11 ફેબ્રુઆરી) બીજેપીએ 7 રાજ્યોના 14 લોકોના નામની જાહેરાત કરી હતી. જેમાં ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બલવંત, નવીન જૈનનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement