લખનઉમાં હેવાન બન્યો પુત્ર, માતા અને 4 બહેનની હોટેલમાં જ કરી હત્યા
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક હોટલની અંદર 5 લોકોની હત્યાનો બનાવ બન્યો છે. એક દીકરાએ જ તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી છે. આ ઘટના લખનઉના નાકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. લખનૌની હોટેલ શરણજીતમાંથી પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ મામલો પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અરશદ નામના યુવકે હોટેલ શરણજીતમાં તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી નાખી હતી. હત્યા પાછળ કૌટુંબિક વિવાદ હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી અરશદની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કૌટુંબિક ઝઘડાને હત્યાનું કારણ ગણાવ્યું હતું. જોકે સત્ય શું છે. પોલીસ હજુ આ અંગે તપાસ કરી રહી છે.
આરોપી અરશદે તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી, જેમાં 9 વર્ષની આલિયા, 19 વર્ષની અલ્શિયા, 16 વર્ષની અક્સા અને 18 વર્ષની રહેમિન અસમાનો સમાવેશ થાય છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી તમામ પુરાવા એકત્ર કર્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અરશદ ગઈકાલે રાત્રે આગ્રાથી લખનઉ તેના આખા પરિવાર સાથે ગયો હતો, જ્યાં તે હોટલ શરણજીતમાં રોકાયો હતો. તેણે હોટલમાં જ આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. અરશદ અને તેનો આખો પરિવાર આગ્રાના રહેવાસી છે, જ્યાં તેઓ ઇસ્લામ નગરના ટિહરી બગીયાના કુબેરપુરમાં રહે છે. આ ઘટના અંગે ડીસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે.