For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્યારેક સ્પર્ધા પછી પણ વજન વધી જાય છે: ડો.દિનશા પારડીવાલા

12:47 PM Aug 08, 2024 IST | Bhumika
ક્યારેક સ્પર્ધા પછી પણ વજન વધી જાય છે  ડો દિનશા પારડીવાલા
Advertisement

વિનેશ ફોગાટના અચાનક વજન વધવા બાબતે ડોકટરનો ખુલાસો

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય દળના ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનશા પારડીવાલાએ વિનેશ ફોગટના વજન વધારવાના વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે.વિનેશે 50 કિગ્રા વર્ગની મહિલા કુશ્તી ફ્રી સ્ટાઇલની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ મેચના થોડા કલાકો પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

Advertisement

ડો. દિનશા પરદીવાલાએ જણાવ્યું હતું કે કુસ્તીબાજો સામાન્ય રીતે પોતપોતાના વજનથી ઓછા વજનની શ્રેણીઓમાં ભાગ લે છે. આનાથી તેમને ફાયદો મળે છે કારણ કે તેઓ ઓછા મજબૂત વિરોધીઓ સાથે લડી રહ્યા છે. સવારમાં વજન ન લેવાય ત્યાં સુધી ખાવા-પીવા પર એક પ્રતિબંધ હોય છે. આ સિવાય કુસ્તીબાજો કસરત દ્વારા પણ પરસેવો પાડે છે. વિનેશના ન્યુટ્રિશનિસ્ટને સમજાયું કે તેણીનું એક દિવસમાં 1.5 કિલોમાં ન્યુટ્રિશન લે છે તે ઊર્જા આપે છે. ક્યારેક સ્પર્ધા પછી વજન વધી જાય છે. વિનેશે સતત ત્રણ મેચ રમી હતી, તેથી તેને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે પાણી આપવું પડ્યું હતું.

દિનશા પારડીવાલાએ વધુમાં જણાવ્યું કે પાણી આપ્યા બાદ અમને જાણવા મળ્યું કે વિનેશનું વજન સામાન્ય કરતા વધુ વધી ગયું છે અને કોચે સામાન્ય વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂૂ કરી જે તે હંમેશા વિનેશ સાથે કરતો હતો, અમે રાતોરાત વજન ઘટાડવાનું શરૂૂ કર્યું. તમામ પ્રયત્નો છતાં, અમને જાણવા મળ્યું કે વિનેશનું વજન તેના 50 કિલોગ્રામ વજનની શ્રેણી કરતાં 100 ગ્રામ વધુ હતું. અમે તેના વાળ કાપવા અને તેના કપડા ટૂંકા કરવા સહિતના તમામ સંભવિત કડક પગલાં લીધા હતા, છતાં અયોગ્યતા પછી અમે તે 50 કિલો વજનની શ્રેણીમાં પ્રવેશી શક્યા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement