For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઇના તાજા લગ્ન, કોઇ એકલોતો દીકરો, બે માસમાં બીજો પુત્ર શહીદ

11:32 AM Jul 10, 2024 IST | Bhumika
કોઇના તાજા લગ્ન  કોઇ એકલોતો દીકરો  બે માસમાં બીજો પુત્ર શહીદ
Advertisement

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકી હુમલામાં ઉત્તરાખંડના શહીદ જવાનોની કરૂણ દાસ્તાન

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગઈ કાલે શહીદ થયેલા પાંચ જવાનો ઉત્તરાખંડમાં હતા. આતંકી હુમલામાં રાઈફલમેન અનુજ નેગી, કમલ રાવત, આદર્શ નેગી, નાયબ સુબેદાર આનંદ સિંહ અને વિનોદ સિંહ શહીદ થયાં છે. જવાનોની શહાદતના સમાચાર મળતાં આખા ઉત્તરાખંડમાં શોક છવાયો હતો. દેશ પણ ગમમાં ડૂબ્યો હતો.

Advertisement

(1) રાઈફલમેન શહીદ અનુજ નેગી પૌડી ગઢવાલના વતની હતા. હજુ હમણાં જ નવેમ્બર 2023માં અનુજના લગ્ન થયાં હતા. અનુજ તેમની પાછળ માતા-પિતા, પત્ની અને એક બહેન છોડતાં ગયાં છે.

(2) શહીદ હવાલદાર કમલસિંહ રાવત શહીદ હવાલદાર કમલસિંહ ઉત્તરાખંડના રિખનીખાલના વતની હતા અને તેઓ ઘર

માં કમાનાર એક જ હતા. તેમના માથે બે બાળકો, પત્ની અને માતાના પાલનપોષણની જવાબદારી હતી.
(3) રાઈફલમેન આદર્શ નેગી રાઈફલમેન આદર્શ નેગી ટિહરીના વતની હતા. તેઓ ખેડૂતના દીકરા હતા. તેના પિતા દલબીર સિંહ નેગી ગામમાં જ ખેતી કરે છે. આદર્શ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તેમની બહેન પરિણીત છે અને ભાઈ ચેન્નાઈમાં નોકરી કરે છે. તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના કાકાના પુત્રના લગ્ન માટે ઘરે આવ્યો હતો.

(4) લાન્સ નાઈક વિનોદકુમાર ભંડારી શહીદ વિનોદ કુમાર ભંડારી 2011માં સેનામાં જોડાયા હતા. તેઓ પરિવારના એકના એક પુત્ર હતા. તેમને 4 વર્ષનો પુત્ર અને 4 મહિનાની પુત્રી છે. તે દોઢ મહિના પહેલા જ ઘેર આવ્યાં હતા.

(5) આનંદ સિંહ ગઢવાલના રહેવાસી નાયબ સુબેદાર આનંદ સિંહ પણ કઠુઆ હુમલામાં શહીદ થયા હતા. તેઓ રૂૂદ્રપ્રયાગ જિલ્લાના કંડાખલ ગામના રહેવાશી હતા. રાઈફલમેન આદર્શ નેગીના પરિવાર પર બીજો વ્રજાઘાત થયો છે. આ પહેલા તેમના આદર્શ નેગીના કઝિન ભાઈ મેજર પણ શહીદ થયાં હતા અને હવે તેઓ ખુદ. 30 એપ્રિલ 2024ના રોજ લેહમાં ફરજ દરમિયાન મેજર પ્રણય નેગી પણ શહીદ થયાં હતા. આ મેજર પ્રણય નેગી આદર્શ નેગીના કઝિન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement