અઠવાડિયાના પ્રારંભે જ શેરબજારમાં નરમ વલણ, સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં
ભારતીય શેરબજારમાં ગત અઠવાડયે કડાકો બોલ્યા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે પણ બજારમાં ઉથલપાથ
લ ચાલુ રહે છે અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 1400થી વધુ પોઇન્ટથી ઉથલ પાથલ જોવા મળી છે.
સવારે બજાર ગ્રીન નિશાનમાં ખુલ્યું હતું. પરંતુ ત્યાર બાદ કરેક્શન આવતા સેન્સેક્સ એક તબક્કે વધીને 82137 અંકના સીરે ગયેલો સેન્સેક્સ લગભગ 1411 અંક તુટીને 80724ના લો સુધી અટી ગયો હતો. જો કે, બપોરે ત્રણ વાગ્યે રિક્વરી આવતા સેન્સેક્સ 490 પોઇન્ટ ઘટીને 81215ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
જ્યારે નિફ્ટીમાં આજે લગભગ 450 અંકની અફરાતફી જોવા મળી હતી. સવારે ગ્રીનઝોનમાં ખૂલીને નિફ્ટીએ 25143 અંકનો હાઇ બનાવ્યો હતો. પરંતુ ત્યાર બાદ કરેક્શન આવતા એક તબક્કે નિફ્ટી 449 અંક તુટીને 24694 અંક સુધી નીચે ગયો હતો. જો કે, ત્યાર બાદ રિકવરી આવતા બપોરે 3 વાગ્યે નિફ્ટી 170 અંક ઘટીને 24846 પોઇન્ટના સ્તરે ટ્રેક કરતો જોવાયો હતો.