For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં અત્યાર સુધીમાં 5ની ધરપકડ, 1 ફરારઃ આરોપીએ દોઢ વર્ષ પહેલા બનાવ્યો હતો પ્લાન

10:14 AM Dec 14, 2023 IST | Bhumika
લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં અત્યાર સુધીમાં 5ની ધરપકડ  1 ફરારઃ આરોપીએ દોઢ વર્ષ પહેલા બનાવ્યો હતો પ્લાન

ગઈ કાલે થયેલા સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ સંસદની બહાર રેકી પણ કરી હતી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ 'ભગત સિંહ ફેન ક્લબ' સાથે જોડાયેલા હતા. લગભગ દોઢ વર્ષ પહેલા તમામ આરોપીઓ મૈસુરમાં મળ્યા હતા. આરોપી સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો પરંતુ સંસદભવનમાં પ્રવેશી શક્યો ન હતો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા.

Advertisement

ઘટનાના દિવસે, તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા, જ્યાં દરેકને કલર સ્પ્રેનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ભંગનો મુખ્ય ષડયંત્રકાર કોઈ અન્ય છે.

દિલ્હી પોલીસે UAPA હેઠળ કેસ નોંધ્યો છે

Advertisement

બીજી તરફ, દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. લોકસભા સચિવાલયની વિનંતી પર ગૃહ મંત્રાલયે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહના નેતૃત્વમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં અન્ય સુરક્ષા એજન્સીઓ અને નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યું કે કુલ છ આરોપીઓ છે. બે અંદર પ્રવેશ્યા હતા જ્યારે બે બહાર વિરોધ કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન વધુ બે લોકોના નામ સામે આવ્યા હતા. હાલ પાંચની ધરપકડ છે અને એક ફરાર છે.

આતંકવાદી પન્નુએ આરોપીઓને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી

ખાલિસ્તાની આતંકવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ગુરપતવંત સિંહ પન્નુએ સંસદમાં ઘૂસણખોરીના કેસમાં ધરપકડ કરાયેલ મહિલા સહિત ચાર આરોપીઓને કાયદાકીય સહાયની ઓફર કરી છે. આ મામલે એક સંદેશ જારી કરતા તેમણે કહ્યું કે તેઓ આરોપીઓને 10 લાખ રૂપિયાની કાનૂની સહાય આપશે. પરંતુ પન્નુએ સમગ્ર એપિસોડમાં તેની સંડોવણી અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

નવી સંસદમાં ઘૂસણખોરી બાદ હવે સુરક્ષા પ્રોટોકોલમાં ઘણા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

1. સાંસદો, સ્ટાફ સભ્યો અને પત્રકારો માટે અલગ પ્રવેશ દ્વાર હશે. મુલાકાતીઓને ચોથા દરવાજેથી પ્રવેશ આપવામાં આવશે.
2. વિઝિટર પાસ ઇશ્યુ કરવાનું હાલ માટે હોલ્ડ પર રાખવામાં આવ્યું છે.
3. પ્રેક્ષક ગેલેરીની આસપાસ ગ્લાસ શિલ્ડ લગાવવામાં આવશે, જેથી કોઈ કૂદીને ઘરમાં પ્રવેશી ન શકે.
4. એરપોર્ટની જેમ બોડી સ્કેન મશીન લગાવવામાં આવશે.
5. સુરક્ષા કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement