ભૂતાનની લકઝરી કારની દાણચોરી: સાઉથના ફિલ્મ સ્ટાર્સ, ઓટો ડિલરોના 17 સ્થળે ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કોચી ઝોનલ ઓફિસે કાલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999 હેઠળ, કેરળ અને તમિલનાડુમાં 17 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા, જે ઉચ્ચ કક્ષાના પૂર્વ-માલિકીના લક્ઝરી વાહનોની કથિત દાણચોરી અને તેમની સાથે જોડાયેલા અનધિકૃત વિદેશી વિનિમય વ્યવહારોની તપાસના સંદર્ભમાં છે.
આ દરોડામાં ફિલ્મ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન, દુલ્કર સલમાન અને અમિત ચક્કલકલના રહેઠાણો અને સ્થાપનાઓ તેમજ એર્નાકુલમ, ત્રિસુર, કોઝિકોડ, મલપ્પુરમ, કોટ્ટાયમ અને કોઈમ્બતુરમાં ચોક્કસ વાહન માલિકો, ઓટોમોબાઈલ વર્કશોપ અને ડીલરોના રહેઠાણો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન ભુતાનથી દાણચોરી મારફત લવાયેલી ઉચ્ચ મુલ્યવાળી પૂર્વ માલિકની 39 કાર જપ્ત કરવામાં આવી હતી.
ઇડી તરફથી એક સત્તાવાર પ્રકાશન અનુસાર, ભારત-ભૂતાન અને નેપાળ રૂૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવેલી ટોયોટા લેન્ડ ક્રુઝર, લેન્ડ રોવર ડિફેન્ડર અને માસેરાતી મોડેલ સહિતની લક્ઝરી કારની ગેરકાયદેસર આયાત અને નોંધણીમાં સંડોવાયેલા સિન્ડિકેટનો પર્દાફાશ કરતી માહિતીના આધારે આ કાર્યવાહી શરૂૂ કરવામાં આવી હતી. પ્રારંભિક તારણો દર્શાવે છે કે કોઈમ્બતુર સ્થિત એક નેટવર્કે કથિત રીતે ભારતીય સેના, યુએસ દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના હોવાનો દાવો કરતા બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, તેમજ અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં બનાવટી આરટીઓ નોંધણીઓ પણ કરી હતી.
એજન્સીએ જણાવ્યું હતું કે બાદમાં આ વાહનો ફિલ્મી હસ્તીઓ સહિત ઉચ્ચ-નેટ-વર્થ ધરાવતા વ્યક્તિઓને ઓછા ભાવે વેચવામાં આવ્યા હતા. કસ્ટમ્સ તપાસમાં રાષ્ટ્રીય પરિવહન ડેટાબેઝમાં અનિયમિતતા ધરાવતા 150-200 વાહનો ઓળખાયા હતા, જે કથિત રીતે કોઈમ્બતુર રેકેટ સાથે જોડાયેલા હતા.
જે હવે ઇડી તપાસ હેઠળ છે. જપ્ત કરાયેલા વાહનોમાં દુલ્કર સલમાન અને અમિત ચકલકલના અનેક વાહનોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ કોચીમાં પૃથ્વીરાજના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી હતી, પરંતુ ત્યાંથી કોઈ વાહન જપ્ત કરવામાં આવ્યું ન હતું.