સ્મૃતિ મંધાના-પલાશ મુચ્છલના લગ્નની તારીખ હજુ નક્કી નથી
તારીખની અફવાઓ ઉપર સ્મૃતિના ભાઇનું પૂર્ણવિરામ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલ સાથે લગ્ન કરવાના હતા. જોકે, લગ્નના એક દિવસ પહેલા જ લગ્ન અચાનક મુલતવી રાખવામાં આવ્યા હતા. સંગીત સમારોહના દિવસે સ્મૃતિના પિતા અચાનક બીમાર પડી ગયા હતા, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા હતા. મં
ગળવારે સાંજે, સોશિયલ મીડિયામાં સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્નની નવી તારીખની અફવાઓ ફેલાઈ હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દંપતી હવે 7 ડિસેમ્બરે લગ્ન કરશે. તેમના લગ્ન વિશે વિવિધ દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ સ્મૃતિના ભાઈ શ્રવણ મંધાનાએ હવે તેમના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે, અને કહ્યું છે કે લગ્નની નવી તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. આનો અર્થ એ છે કે સ્મૃતિ અને પલાશના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે.