ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે

11:11 AM Sep 04, 2025 IST | Bhumika
Advertisement

પેટ્રોલમાં 1200 CC અને ડીઝલમાં 1500 CC થી નાની તેમજ 4 મીટર કરતા ટૂંકી ગાડી પર GSTમાં 10%નો ઘટાડો

Advertisement

 

ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.4
2017 થી દેશમાં લાગુ થયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સરકારે 3 ઓગસ્ટ 2025 ના રોજ પહેલીવાર મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર અથવા સુધારાને GST 2.0 કહેવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી, 56મી GST કાઉન્સિલની બેઠકમાં 12% અને 28% ના 2 ટેક્સ સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે.

હવે મુખ્યત્વે ફક્ત 5% અને 18% સ્લેબ છે, જેમાં મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ રાખવામાં આવી છે. આ સુધારા પછી, દેશમાં ઘણી આવશ્યક વસ્તુઓ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. વાહનો પણ તેમાંથી એક છે. GST 2.0 માં ઘણા વાહનો સસ્તા થયા છે.

સરકારે ઘણા વાહનો પર 28% ને બદલે 18% GST લાદવાનો નિર્ણય લીધો છે. હવે જે વાહનો સસ્તા થશે તેમાં પેટ્રોલ, LPG અથવા CNG પર ચાલતા વાહનોનો સમાવેશ થાય છે, જેનું એન્જિન 1200 ભભ સુધીનું છે અને લંબાઈ 4 મીટરથી વધુ નથી. આમાંNissan Magnite, Francox, Tata Punch, Hyundai Actor જેવી ઘણી કોમ્પેક્ટ SUV. Maruti Dzire, Honda Amaze અને Hyundai Aura જેવી કોમ્પેક્ટ સેડાન અને Maruti WagonR, Alto, Baleno, Hyundai i10 Tata Tiago જેવા અન્ય વાહનોનો સમાવેશ થાય છે.

આ શ્રેણીમાં ડીઝલથી ચાલતા વાહનોનો પણ સમાવેશ થાય છે, જેનું એન્જિન 1500 ભભ સુધીનું છે અને લંબાઈ 4000 ળળ થી વધુ નથી. આને પણ 28% ને બદલે 18% ના દાયરામાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફેક્ટરીમાંથી સીધા જ એમ્બ્યુલન્સ તરીકે આવતી એમ્બ્યુલન્સ પણ આ શ્રેણીમાં આવશે, જો આ વાહનો ફેક્ટરીમાંથી સંપૂર્ણપણે તૈયાર હોય. આ ઉપરાંત, 1200 સીસી અને 4 મીટરથી ઓછી લંબાઈવાળા પેટ્રોલ વાહનો અને 1500 સીસી સુધીના અને 4 મીટરથી ઓછી લંબાઈવાળા ડીઝલ હાઇબ્રિડ વાહનો પર 18% GST લાગશે. માલ વહન કરતા વાહનો અને ત્રણ પૈડાવાળા વાહનો પર પણ આ જ ટેક્સ લાગશે.

હવે ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વાહનો પર 12% GST લાગે છે, પરંતુ હવે તે ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1800 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા ટ્રેક્ટર પર પણ 5% GST લાગશે. આનાથી ખેડૂતોને રાહત મળશે. આ ઉપરાંત, ટ્રેક્ટરના ભાગો પર પણ 5% GST લાગશે. સાયકલ અને તેના ભાગો પર 5% GST રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર પહેલાથી જ 5% GST લાગશે.

350 સીસી સુધીના એન્જિનવાળી મોટરસાયકલ અને તેના ભાગો પર 28% ને બદલે 18% GST લાગશે. 350 સીસીથી વધુ એન્જિન ધરાવતી મોટરસાયકલ પર 40% GST સીધો લાગશે. તેમને પ્રીમિયમ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.

Tags :
GSTGST billGST SLABindiaindia newspetrol-diesel and electric carstax
Advertisement
Next Article
Advertisement