For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેઇટિંગ ટિકિટવાળા સ્લિપર, AC કોચમાં મુસાફરી નહીં કરી શકે

04:54 PM Apr 30, 2025 IST | Bhumika
વેઇટિંગ ટિકિટવાળા સ્લિપર  ac કોચમાં મુસાફરી નહીં કરી શકે

Advertisement

ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક મોટી અપડેટ છે. ક્ધફર્મ ટિકિટ ધરાવતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે રેલવે કડકાઇ વધારવા જઈ રહી છે. આના કારણે, વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં. જો કોઈ મુસાફર પાસે વેઇટિંગ ટિકિટ હોય તો તે ફક્ત જનરલ ક્લાસમાં જ મુસાફરી કરી શકે છે.

ભારતીય રેલ્વે 1 મેથી આ નિયમનું પાલન કરવા માટે કડકતા વધારવા જઈ રહી છે. બુક કરાયેલ ઓનલાઈન ટિકિટ ક્ધફર્મ ન થાય તો તે આપમેળે રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો કાઉન્ટર પરથી વેઇટિંગ ટિકિટ લઈને સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે.

Advertisement

1 મેથી નિયમો કડક બન્યા પછી, વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ મુસાફર સ્લીપર અને એસી કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મળી આવે તો ટીટીઈ તેને દંડ કરી શકે છે અથવા તેને જનરલ કોચમાં મોકલી શકે છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણે જણાવ્યું હતું કે ક્ધફર્મ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેથી ક્ધફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને કારણે મુસાફરી દરમિયાન અસુવિધાનો સામનો ન કરવો પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement