હિમાચલમાં આકાશી આફત, વાદળો ફાટવાથી અનેક વિસ્તારો કાદવમાં ગરક
11:05 AM Jul 02, 2025 IST | Bhumika
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે હિમાચલમાં 11 સ્થળોએ વાદળ ફાટ્યા છે, એકલા મંડી જિલ્લામાં 7 સ્થળોએ વાદળ ફાટવાના અહેવાલ છે. હિમાચલમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે લગભગ 10 લોકોના મોત થયા છે અને 30 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભારે વરસાદને કારણે ઘરો, ગૌશાળાઓ, વાહનો પાણીમાં ડૂબી ગયા છે. અનેક સ્થળે ભૂસ્ખલનથી મકાનો-વાહનો- રસ્તાઓ અને બ્રિજ મલબા નીચે દબાઇ ગયા છે. લાખો લોકો પ્રભાવિત થયા છે.
Advertisement
Advertisement