For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર, સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ, મૃતકાંક વધીને 28એ પહોંચ્યો

01:12 PM Apr 23, 2025 IST | Bhumika
પહલગામ હુમલાના 3 શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર  સોશિયલ મીડિયા પર ફોટા પણ વાયરલ  મૃતકાંક વધીને 28એ પહોંચ્યો

Advertisement

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે.

Advertisement

લશ્કર-એ-તૈયબાની પાંખ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRFએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે આ હુમલામાં અમારો કોઈ હાથ નથી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તપાસ માટે પહેલગામ પહોંચી ગઈ છે.

મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. મૃતકોમાં યુપી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. નેપાળ અને યુએઈના એક-એક પ્રવાસી અને બે સ્થાનિક લોકો પણ માર્યા ગયા.

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં લોકોને તેમના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકી હુમલાની જવાબદારીધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તેમજ પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપે છે.

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં લોકોને તેમના નામ પૂછીને ગોળી મારવામાં આવી છે. આ આતંકી હુમલાની જવાબદારીધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે. તેનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. તેનું કનેક્શન હાફિઝ સઈદ સાથે છે. સૈફુલ્લાહને પાકિસ્તાન તરફથી સમર્થન મળે છે. તેના પાકિસ્તાની સેના સાથે સારા સંબંધ છે. તેમજ પાકિસ્તાનમાં જેહાદી ભાષણ આપે છે.

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ૪૦ સૈનિકો શહીદ થયા હતા. આની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલગામ પર હુમલો કરનારા 4 આતંકવાદીઓની તસવીર છે. પરંતુ, અત્યાર સુધી સેના કે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઈ ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા નથી, ફક્ત શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જ જાહેર કરવામાં આવ્યા છે.

શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર: સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. હુમલાના પ્રત્યક્ષદર્શીઓની મદદથી એજન્સીઓએ આ સ્કેચ તૈયાર કર્યા છે. એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ હુમલામાં આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા સામેલ હતા. જોકે, તે સ્પષ્ટ નથી કે કોનો ફોટો કયો છે.

ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ છે. તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) થી કાર્યરત છે. તેનું સ્થાન રાવલકોટ હોવાનું કહેવાય છે. સૈફુલ્લાહએ એક મહિના પહેલા પણ હુમલાની ચેતવણી આપી હતી. આનો 2019નો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દાને ઠંડો પડવા દેવો જોઈએ નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement