For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, ત્રણ જિલ્લામાં કર્ફ્યુ, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ

06:02 PM Sep 10, 2024 IST | Bhumika
મણિપુરમાં ફરી સ્થિતિ વણસી  ત્રણ જિલ્લામાં કર્ફ્યુ  15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવા બંધ
Advertisement

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. સ્થિતિને કાબુમાં કરવા માટે RAFને બોલાવવામાં આવી છે. પ્રદર્શનકારીઓે રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસે પાછળ ફરવા મજબૂર થવું પડ્યું હતું. ભીડને અલગ કરવા માટે પોલીસ તરફથી ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. મણિપુરમાં સ્થિતિ વધારે કથળતા 15 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

મણિપુર સરકારે ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા બંધ કરવા અંગે નોટિસ જારી કરી છે. નોટિસમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે, 'સરકારે સોશિયલ મીડિયા દ્વારા નફરત ફેલાવતા ભાષણો અને હિંસા ભડકાવવાથી બદમાશોને રોકવા માટે જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.' તમને જણાવી દઈએ કે આ પહેલા મણિપુર સરકારે રાજ્યમાં અનિયંત્રિત સ્થિતિ પર આરએએફને બોલાવી હતી અને કર્ફ્યુ લગાવવાનો નિર્ણય પણ લીધો હતો.

Advertisement

આ પહેલા મણિપુરમાં ફરી ઇમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કરર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. મહિલાઓએ ડ્રોન હુમલાના વિરોધમાં મશાલ જુલૂસ કાઢ્યું હતું. સોમવારે પણ પ્રદર્શનકારીઓએ રાજભવન પર પથ્થરમારો કર્યો હતો.

મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે. પૂર્વોત્તરમાં સ્થિત આ રાજ્યમાં લૂંટ, હત્યા અને અશાંતિના સમાચાર સતત આવી રહ્યાં છે. મણિપુરમાં 3 મે 2023થી હિંસા શરૂ થઇ હતી પરંતુ 16 મહિના બાદ પણ રાજ્યમાં શાંતિ આવી નથી. મણિપુરમાં સ્થિતિની ગંભીરતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં હિંસામાં સામેલ બન્ને સમુદાય પાસે હવે એવા હથિયાર છે જેનો ઉપયોગ યુદ્ધમાં કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement