રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નિર્મલાના બજેટમાં સીતારામ; ન કોઇ રાહત, ન કોઇ બોજ

05:41 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

નાણાપ્રધાને કહ્યું, મોંઘવારી વધી નથી, લોકોની આવક વધી છે

Advertisement

સરકારી મૂડી ખર્ચ 11.1% વધી 11.1 લાખ કરોડ થશે, 5.1%ના વિકાસદરનો અંદાજ

2024-25ના વચગાળાના બજેટમાં કરવેરાના દર, સ્લેબમાં કોઇ ફેરફાર નહીં, પણ 2009-10 સુધીની 25000 રૂા. સુધી અને 2014-15 સુધીની 10000 રૂા.ની ટેકસ- ડિમાન્ડ માફ કરાતાં 1 કરોડ કરદાતાઓને ફાયદો

મોદી સરકારનું છેલ્લું બજેટ 2.0 આજે રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ વખતે પણ મધ્યમ વર્ગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેઓ નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે 2009-10 સુધીની 25000 રૂા. સુધીની અને 2014-15 સુધીની 10000 રૂા. સુધીની ડિમાન્ડ પાછી ખેંચાશે. આ કારણે 1 કરોડ કરદાતાઓને ફાયદો થશે.નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ પૂરું થઈ ગયું છે. તેમણે લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું. પણ તેઓ આવકવેરો ભરતા નાગરિકો કે કોઇ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી કોઇ જાહેરાત કરાઇ નથી.

સરકારે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, અગાઉ જે ટેક્સ સ્લેબ પ્રવર્તતો હતો તે જ લાગુ રહેશે. બજેટમાં સરકારી ખર્ચ 44.90 લાખ કરોડ રૂા. અંદાજવામાં આવ્યો છે. જે ગત બજેટમાં 44 લાખ કરોડ રૂા. હતો. મુડીખર્ચ 11.1 ટકા વધારી 11.1 લાખ કરોડ થશે.નિર્મલા સીતારમણે કહ્યું કે સ્કીલ ઈન્ડિયા મિશનએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે. 54 લાખ યુવાનોને પ્રશિક્ષિત અને પુન:કુશળ બનાવ્યા અને 3000 નવી ઈંઝઈંતની સ્થાપના કરી. મોટી સંખ્યામાં સંસ્થાકીય ઉચ્ચ શિક્ષણ, 7 ઈંઈંઝત, 16 ઈંઈંઈંઝત, 7 ઈંઈંખત, 15 અઈંઈંખજ અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર ભારત અને અન્ય દેશો માટે પણ પરિવર્તનકારી પગલું છે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. અમારી સરકારે નાગરિક પ્રથમ અને લઘુત્તમ સરકાર મહત્તમ શાસન અભિગમ સાથે જવાબદાર, લોકો કેન્દ્રિત અને વિશ્વાસ આધારિત શાસન પ્રદાન કર્યું છે. તેમણે કહ્યું કે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં એક કરોડની આવક થઈ છે.નિર્મલા સીતારમણે કહ્યું કે આ બજેટ પ્રતિભાને પ્રોત્સાહન આપશે, ભત્રીજાવાદ નહીં. દેશને યુવાનોમાં અપાર વિશ્વાસ છે. રમત ગમતમાં યુવાનોએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણું કામ કર્યું છે. અમારી સરકારે મહિલાઓ માટે ઘણું કામ કર્યું છે. ટ્રિપલ તલાક ગેરકાયદેસર સાબિત થયો. સીતારમણે કહ્યું કે અમારી સરકાર જીડીપી પર પણ ઘણું કામ કરી રહી છે. અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપી રહ્યા છીએ. આપણી અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલી રહી છે.
લોકોની અપેક્ષાઓ ઘણી વધી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર રાજ્યોને વિકાસ માટે પણ મદદ કરશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે. 300 યુનિટ મફત વીજળી આપવાનું લક્ષ્ય છે.
નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે, ભારતના લોકો આશા સાથે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છે. લોકોના આશીર્વાદથી, જ્યારે અમારી સરકારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 માં સત્તા સંભાળી, ત્યારે દેશ સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે વિશાળ પડકારોનો સામનો કરી રહ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. પગાર 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે.
નાણાપ્રધાને જાહેર કર્યું કે ટેકનોલોજીમાં રસ ધરાવતા યુવાનો માટે વિશેષ તક. આ યુવાનોને ઈનોવેશનના ક્ષેત્રમાં કામ કરવા માટે 50 વર્ષની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. આ માટે 1 લાખ કરોડ રૂૂપિયાનું ફંડ તૈયાર કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં અનાજને લઈને ચિંતા દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દરેક ઘર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. મોંઘવારી ઘટી છે અને અર્થતંત્રમાં પણ સુધારો થયો છે. 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારીમાં 28 ટકાનો વધારો થયો છે. દેશમાં રોકાણ વધ્યું છેઆગામી નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂૂ. 14 લાખ કરોડ થશે. ટેક્સ પ્રોસેસિંગનો સમયગાળો 93 દિવસથી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યો છે. દર મહિને સરેરાશ ૠજઝ કલેક્શન 1.66 લાખ કરોડ રૂૂપિયા રહ્યું છે. ૠજઝ કરદાતાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

વચગાળાના બજેટમાં સરકારનો આગામી નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 5.1 ટકા છે. આ નાણાકીય વર્ષ માટે લક્ષ્યાંક 5.9 ટકા હતો. પરંતુ, નાણામંત્રીએ તેમાં સુધારો કરીને 5.8 ટકા કર્યો છે. આ સાથે તેમણે જીડીપી ગ્રોથ 5.1 ટકા રહેવાનો અંદાજ પણ લગાવ્યો છે.કૃષિ ક્ષેત્ર પર કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી નથી. વચગાળાના બજેટમાં કોઈ નીતિગત જાહેરાતની અપેક્ષા નહોતી. એકંદરે, નેનો યુરિયા જેવા નેનો ડીએપીના પ્રસાર પર અને તલ, સૂર્યમુખી અને સરસવ જેવા તેલીબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકવાનો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ આ માટે કેવા પ્રયત્નો કરવામાં આવશે તેની વિગતો મહત્વની રહેશે કારણ કે તેલીબિયાંમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય જૂનું છે.

નાણામંત્રીએ કહ્યું કે રાજ્યોના વિકાસ માટે 75,000 કરોડ રૂૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં ટેક્સની આવક રૂૂ. 23.24 લાખ કરોડ છે. આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 5.8 ટકા રહેશે. જે 5.9 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછું છે.નિર્મલા સીતારમણે કહ્યું કે વંદે ભારતમાં 400 કોચ અપગ્રેડ કરવામાં આવશે. ઞઉઅગ યોજનામાં 517 નવા રૂૂટને જોડવાની યોજના. 2030 સુધીમાં ગેસિફિકેશન ક્ષમતા 100 ખખઝ થશે. કોલ ગેસિફિકેશનથી એમોનિયાની આયાત ઘટશે. તેનાથી કુદરતી ગેસની આયાત પણ ઘટશે. બાયો મેન્યુફેક્ચરિંગ માટે નવી સ્કીમ આવશે.

ક્ધયાઓને સર્વાઇકલ રસી આપવાનો કાર્યક્રમ ચલાવવામાં આવશે. નેનો ડીએફઆઈ યુરિયાનો લાભ તમામ ઝોનને મળશે. સરકાર ડેરી ખેડૂતોની મદદ માટે એક સ્કીમ લાવશે. દેશને તેલીબિયાંમાં આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે.રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સરકારની મોટી જાહેરાત કરતા જણાવ્યું કે 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ સાથે ઘરોને 300 યુનિટ મફત વીજળી મળશે. એવા સમયે જ્યારે દેશના ઘણા રાજ્યોના વીજળી બોર્ડ મફત વીજળી યોજનાઓને કારણે નાદારીની આરે છે, ત્યારે આ મફત યોજના એક નવું મોડેલ રજૂ કરે છે જેમાં એક તરફ દેશ તેના પુન:પ્રાપ્ય ઊર્જાના લક્ષ્યને પૂર્ણ કરશે. સમય, સરકાર ઉદ્યોગ અને અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વિના તેના દ્વારા તેના રાજકીય હિતોને આગળ ધપાવી શકશે.એક કરોડ સોલાર પેનલ યુઝર્સને મફતમાં વીજળી મળી રહી છે.1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ વીજળી મળશે. પીએમ આવાસ યોજનાથી 3 કરોડ લોકોને ફાયદો થશે. સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના શરૂૂ કરશે.

બજેટના મુખ્ય મુદ્દા
- કરવેરાના દરમાં કોઇ ફેરફાર નહીં
- સરકારી ખર્ચ 44.90 લાખ કરોડ રહેશે
- મૂડીખર્ચમાં 11.1%નો વધારો, જીડીપીના 3.5% જેટલો રહેશે.
- ટેક્નોલોજીમાં રસ ધરાવતા યુવાનોને 50 વર્ષની વ્યાજમુકત લોન અપાશે: આ માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ રચાશે
- વધુ સરકારી મેડિકલ કોલેજો ખોલાશે, આ માટે સમિતિની રચનાની જાહેરાત
- વંદેભારતમાં 400 કોચ અપગ્રેડ કરાશે
- ક્ધયાઓ માટે સર્વાઇકલ રસીનો કાર્યક્રમ
- ડેરી ખેડુતોની મદદ માટે સ્કીમ લવાશે: તેલિબીયાનાં આત્મનિર્ભરતાની નેમ
- મધ્યમ વર્ગ માટે વધુ બે કરોડ આવાસ બનાવાશે.
- 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે. આ સાથે 300 યુનિટ મફત વિજળી મળશે.
- આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂા.14 લાખ કરોડ થશે.
- ટેકસ- પ્રોસેસીંગનો સમય 93 દિવસથી ઘટાડી 10 દિવસ કરાશે. જીએસટી કલેકશન દર મહીને સરેરાશ 1.66 લાખ કરોડ.
- રાજકોષિય ખાધનો લક્ષ્યાક 5.1%, જીડીપી ગ્રોથ 5.1% રહેવાનો અંદાજ.

ક્યા વિભાગને કેટલી ફાળવણી ?
વિભાગનું નામ રૂા. લાખ કરોડમાં
સંરક્ષણ વિભાગ 6.2
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે 2.78
રેલવે 2.55
ગ્રાહક બાબતો, ખોરાક અને જાહેર વિતરણ 2.13
ગૃહ મંત્રાલય 2.03
રસાયણ અને ખાતર 1.68
ગ્રામ વિકાસ 1.77
સંચાર વિભાગ 1.57
ખેતીવાડી અને ખેડૂત કલ્યાણ 1.27

Tags :
budgetBudget-2024indiaIndia Budget 2024india news
Advertisement
Next Article
Advertisement