ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એસઆઈઆરની બંધારણીયતા નહીં, પંચની વિશ્વસનિયતા શંકાસ્પદ

10:51 AM Nov 06, 2025 IST | admin
Advertisement

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મંગળવારથી મતદાર યાદીની ચકાસણી અને સુધારણા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) શરૂૂ કર્યું એ પહેલાં ભાજપ વિરોધી રાજકીય પક્ષોની સરકારો છે એવાં રાજ્યોમાં વિરોધ શરૂૂ થઈ ગયો છે. તમિળનાડુનો શાસક ડીએમકે પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને પડકારતી અરજી કરી છે.

Advertisement

કોંગ્રેસ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને કોર્ટમાં પડકારવાના મુદ્દે અવઢવમાં છે પણ કેરળની ડાબેરી સરકાર અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારો પણ સ્ટાલિન સરકારના રસ્તે ચાલીને સુપ્રીમ કોર્ટમાં જાય એવી પૂરી શક્યતા છે કેમ કે મમતા બેનરજી અને પિનારાથી વિજયન બંને મતદાર યાદીમાં સુધારણા સામે આક્રમક મૂડમાં છે. કેરળ વિધાનસભાએ સપ્ટેમ્બરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)નો વિરોધ કરતો ઠરાવ પસાર કરેલો. મમતા બેનરજી તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના વિરોધના મુદ્દે વધારે આક્રમક છે. મમતા કોઈ પણ મુદ્દાનો વિરોધ કરવા શેરીઓમાં ઊતરી જવામાં માને છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના મુદ્દે એ જ વલણ અપનાવીને મંગળવારે કોલકાતામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સામે વિરોધ કૂચ યોજી.

તમિળનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને શું વાંધો છે એ સૌ જાણે છે. આ રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે. ભાજપ રાજકીય લડાઈમાં આ પક્ષોને હરાવી શકતો નથી અને ચૂંટણી જીતી શકતો નથી તેથી ચૂંટણી પંચના સહારે મતદાર યાદીમાં ગરબડ ગોટાળા કરીને જીતવા હવાતિયાં મારે છે એવો ભાજપ વિરોધી પક્ષોનો આક્ષેપ છે. બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) હાથ ધરાયું તેની સામે થયેલી અરજીનો નિકાલ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ની બંધારણીયતા પર મંજૂરીની મહોર મારી જ છે. હવે તમિળનાડુ સરકારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજી કરી છે ને તેમાં પણ એ જ ચુકાદો આવશે તેથી દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જ જશે.

Tags :
ElectionElection Commissionindiaindia news
Advertisement
Next Article
Advertisement