સિરપકાંડ: સીબીઆઇ તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
05:27 PM Oct 10, 2025 IST | Bhumika
ઝેરી કોલ્ડરિફ કફ સિરપ પીવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક બાળકોના મોત થયા. સીરપથી થયેલા મૃત્યુનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલાની CBI તપાસની માંગ કરતી PIL સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.જોકે, સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
Advertisement
નોંધનીય છે કે ગુરુવારે, સુપ્રીમ કોર્ટે સીરપથી બાળકોના મૃત્યુ અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. અરજીમાં અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા; તેમાં CBI તપાસની પણ વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
આ મામલે કેટલાય રાજય સરકારોએ વાંધાજનક સિરપ પર પ્રતિબંધ મુકયો છે. સિરપ બનાવનાર કંપનીના માલીકની પણ ધરપકડ થઇ ચુકી છે. યુએનએ પણ આ સિરપની નિકાસ બાબતે પુચ્છા કરી છે.
Advertisement
Advertisement