For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વારંવાર મોઢામાં પડતા ચાંદા મટાડવાના સરળ ઉપાયો

12:39 PM Feb 24, 2024 IST | Bhumika
વારંવાર મોઢામાં પડતા ચાંદા મટાડવાના સરળ ઉપાયો

મોઢામાં છાલા પડવા સામાન્ય સમસ્યા છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. ઘણી વખત પાચન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેટની ગરમી અને કબજીયાત વગેરે થાય તો પણ મોઢામાં છાલાઓ પડી જાય છે. મોઢામાં પડેલા છાલાઓના કારણે ખૂબ તકલીફ થાય છે તો જમવામાં પણ સમસ્યા સર્જાય છે. તો સાથે જ ઘણી વખત મસાલેદાર, તળેલી વસ્તુઓ ખાવાથી અને ગરમ તાસીર વાળી વસ્તુઓ ખાવાથી પણ આ સમસ્યા સર્જાય છે. સામાન્ય રીતે મોંઢામા ચાંદા થવાનુ કારણ વિટામીનની ઉણપ, ઓછુ પાણી પીવાથી અથવા તો કબજિયાતના કારણે આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. તેના માટે ખાવામા સાવચેતી રાખવી જોઈએ. તમારા ડાયટમા વિટામીન મળી રહે તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

Advertisement

મોંઢામા છાલા પડવાના કારણ ખોરાક ચાવીને ખાવામા તકલીફ પડે છે, જેના કારણે સતત લીક્વીડનું સેવન કરવુ પડે છે.તમારા શરીરને હાઈડ્ર્રેડ રાખવુ ખુબ જ આવશ્યક છે, માટે તમારે સમયે સમયે જરુરીયાત અનુસાર પાણી પીવુ જોઈએ.

જો તમને વારંવાર મોંઢામાં ચાંદા પડે છે તો તે તમારા આંતરિક સ્વાસ્થ્ય વિશે ઘણું બધું દર્શાવે છે. કેટલાક કિસ્સાઓમાં તે ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે સાવચેત રહેવાની જરૂૂર છે કારણ કે કેટલીકવાર તે અલ્સેરેટિવ કોલાઇટિસ અને ક્રોનિક રોગ જેવી ગંભીર સ્થિતિનો સંકેત પણ હોઈ શકે છે.વારંવાર મોઢામાં ચાંદા પડવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૂચવે છે જેમ કે: -પિત્ત અસંતુલન -નબળું આંતરડા આરોગ્ય -અપૂરતી ઊંઘ, તણાવ -પેટમાં ગેસ, પેટનું ફૂલવું અને કબજિયાત -નબળી રોગપ્રતિકારક શક્તિ -શરીરમાં પોષણનો અભાવ -ખરાબ ખાવાની ટેવો (જેમ કે મસાલેદાર, તેલયુક્ત, વધુ પડતા તળેલા અને ખાટાં ખોરાકનો વધુ પડતો વપરાશ).

Advertisement

મોઢાના ચાંદાંના ઘરગથ્થુ ઉપાય
- મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતાં પહેલાં દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા માં રાહત મળશે
- મોંની ગરમીના કારણે થયેલા ચાંદાથી છૂટકારો મેળવવા માટે બરફનો ટૂકડો લઇને તેને ચાંદા પર લગાવો અને લાળ ટપકાવો.
- સવારે ઊઠતાંની સાથે કેટલાક તુલસીના પાન પાણી સાથે ચાવીને ખાવા. તુલસી જીવાણુનાશક અને કિટાણુનાશક છે જેનાથી મોંના બેકટેરિયાથી છૂટકારો મળી શકે છે.
- થોડાક દિવસ સુધી ચાંદી પર મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.
- ઉકળતા પાણીમાં અડધા વાટકા જેટલી મેથીની ભાજી નાંખો. પાણીને ગાળીને ઢાંકી રાખો. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરશો તો તાત્કાલિક રાહત મળશે
- હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરવાથી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.
- એક કપ પાણીમાં બે મોટી ચમચી મીઠું ભેળવો. આ પાણીથી એક મિનિટ સુધી કોગળા કરો
- લીલી કોથમીર ખૂબ ઠંડી હોય છે. જેનાથી શરીરની ગરમી દૂર થઇ જાય છે. લીલી કોથમીરને વાટીને તેનો રસ કાઢી લો અને આ રસને ચાંદા પર લગાવી લો. બે-ત્રણ દિવસમાં રાહત મળી જશે
- એલોવેરાના પાનની જેલને દિવસમાં બે વાર ચાંદા પર લગાવો. થોડાક દિવસમાં ચાંદાથી છૂટકારો મળી જશે. ફટડકી પણ છાલાઓ માટે એક રામબાણ ઉપાય સમાન છે. તેના માટે ફટકડીને છાલા પડ્યા હોય ત્યાં લગાવો. જોકે ઘણી વખત ફટકડી લગાવતી સમયે છાલાવાળી જગ્યાએ ખૂબ બળતરા થાય છે.
- આ સરળ ઉપાય છે જે રાહત આપશે. તે માટે નવશેકા પાણીમાં એક ચમચી મીઠું નાખો અને તે પાણીથી દિવસમાં 1-2 વખત કોગળા કરો. તમારા છાલાઓ સૂકાવા લાગશે.
- લીલી એલાયચી પણ મોઢાના છાલાઓને દૂર કરવામાં ફાયદાકારક છે. તે માટે એલાયચીના દાણાઓને બારીક ક્રશ કરી તેમાં મધના અમુક ટીપા ઉમેરો. બાદમાં આ પેસ્ટને તમારા મોઢાના છાલા પર લગાવો. તેનાથી મોઢાની ગરમી દૂર થશે અને છાલાઓ પણ ઠીક થવા લાગશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement