ચાંદીમાં બંબાટ તેજી, ભાવ બે લાખની નજીક
બે દિવસમાં ચાંદીના ભાવમાં રૂા.10 હજારનો તોતિંગ વધારો, એક કિલોનો ભાવ રૂા.1.92 લાખ
આંતરરાષ્ટ્રીય અને ઔદ્યોગિક માંગમાં સતત વધારાના પગલે ચાંદીના ભાવોમાં આગ ઝરતી તેજી યથાવત રહી છે અને છેલ્લા 24 કલાકમાં ચાંદીના એક કિલોના ભાવમાં રૂા.7 હજારનો વધારો થતા આજે ભાવ રૂા.1.92 લાખે પહોંચ્યો છે અને ચાંદીએ રૂા.બે લાખ ભણી દોટ મુકી છે. છેલ્લા બે દિવસમાં ચાંદીના ભાવમાં કિલોએ રૂા.10 હજાર જેવો વધારો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એક વખત ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે છેલ્લા બે દિવસ દરમિયાન ચાંદીના ભાવમાં 10,000 થી પણ વધારે રકમ વધારો નોંધાતા રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ ₹1,94,000 સુધી પહોંચ્યો છે. એટલે કે ચાંદી હવે બે લાખની સપાટીની નજીક પહોંચી છે.
ગઈકાલે સાંજે ચાંદીમાં ભૂતપૂર્વ તેજી જોવા મળી હતી અને 7000 રૂૂપિયાનો વધારો નોંધાયો હતો આજે પણ સવારે માર્કેટ ખુલતા ની સાથે ચાંદીમાં 2100 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. એટલે કે છેલ્લા બે દિવસ દરમિયાન ચાંદીમાં 10000 રૂૂપિયા નો વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ એક ઔંશ દીઠ 61 ડોલરને પાર થઈ ગયો છે. જેને કારણે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
એમસીએક્સ મા ચાંદીનો ભાવ 1,90,000 ને પાર થઈ ગયો છે અને રાજકોટની હાજર બજારમાં ચાંદીનો ભાવ ₹1,94,000 ની ઉપર જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં હમણાં ડિમાન્ડમાં પાંચ ટકાનો વધારો થતાં ચાંદીમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજું બાજુ એમસીએક્સના સોનાનો ભાવ 1, 30,000 ને પાર થઈ ગયો છે. જ્યારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,32,600 જોવા મળી રહ્યો છે.
આવનારા દિવસોમાં ચાંદી બે લાખની સપાટીને પાર કરી જશે તેવું અત્યારે લાગી રહ્યું છે. બીજી બાજુ સોનુ પણ દિવાળીના સમયમાં 1,34,000 નો હાઈ કર્યો હતો તેની નજીક તો પહોંચી ગયું છે. ત્યારે ડિસેમ્બર અંત સુધીમાં 1,38,000 થી લઈ ₹1,40,000 સુધીનો ટાર્ગેટ આવી રહ્યો છે.
શેરબજાર ચાર દિવસ બાદ પોઝિટિવ ખુલ્યું, મિશો સહિત ત્રણેય IPOનું શાનદાર લિસ્ટિંગ
દરમિયાન શેર બજારમાં ત્રણ દિવસ પડ્યા બાદ આજે થોડી રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સમાં 250 પોઇન્ટ અને નીફટીમાં 80 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. આજે બેંક નિફ્ટી અને મીડ કેપ પણ પોઝિટિવ ખુલ્યું હતું. આજે તમામ સેક્ટર પોઝિટિવ ટન સાથે ખુલ્યા હતા.
આજે લિસ્ટ થયેલા ત્રણેય મુખ્ય આઇપીઓ માં રોકાણકારોને સારો નફો મળ્યો હતો. મિસો કંપનીનો શેર 60% ઉપર થતા રોકાણકારોને 15,000 ની અરજી ની સામે 8000 રૂૂપિયાનો ફાયદો થયો હતો.અિીશત લિમિટેડ ની આઇપીઓ પણ 20 % ઉપર ખુલ્યો હતો.