દશેરા બાદ ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો, સોનાના ભાવમાં 400નો વધારો
નવરાત્રી દશેરાના તહેવારો પૂરા થતા જ આજે ચાંદીમા 2250 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો આજે સવારે માર્કેટ ખુલતા જ એમસીએકસમા ચાંદીમા 2200 નો કડાકો જોવા મળ્યો હતો આ ઘટાડાને કારણે એમસીએકસ પર ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,42,750 પર જોવા મળ્યો હતો.
ચાંદીમા નરમાઇની સામે સોનામા તેજી યથાવત જોવા મળી હતી સોનુ આજે પણ 450 રૂપિયા વધેલુ જોવા મળ્યુ હતુ . સોનાનો ભાવ એમસીએકસ પર પ્રતિ 10 ગ્રામે 1,16,480 જોવા મળ્યુ હતુ. જો કે રાજકોટ અને અમદાવાદની બજારમા હાજર ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,000 સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ શેર માર્કેટ મિશ્ર ચિત્ર સામે આવ્યુ છે સવારનાં સટામા બેંક નીફટી અને નીફટીમા રીકવરી જોવા મળી હતી . આજે સેન્સેકસમા નીચેથી 350 પોઇન્ટની રીકવરી જોવા મળી હતી. મીડ સ્મોલ કેપમા થોડી ખરીદારી જોવા મળી હતી. સૌથી વધુ ખરીદી ડીફેન્સ શેરોમા જોવા મળી હતી. મજબુત બિઝનેસ કોમેન્ટરીને કારણે ઇન્ડીયન બેંકમા ખરીદી જોવા મળી હતી.
નિષ્ણાંતો માને છે કે નીફટી 24,600 સુધી સ્ટ્રોંગ રહી શકે છે જયારે ચાંદીમા થોડા ઘટાડા બાદ દિવાળીનાં તહેવારોમા ફરી ચાંદીમા ચમક જોવા મળી શકશે. સોનુ ઇન્વેસ્ટમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ માનવામા આવે છે ત્યારે દિવાળી સુધીમાં સોનુ હજુ વધીને 1,25,000 ક્રોસ કરે તેવી સંભાવના છે.