ચાંદીનો રેકોર્ડ બ્રેક 1,09,515નો ભાવ
એક દિવસમાં રૂા. 3500ની તોફાની તેજી, સોના કરતા પણ વધુ વળતર
ચાંદીના ભાવોમા સતત વધારો નોંધાઇ રહયો છે અને આજે ચાંદીના ભાવ 1 લાખ 6515 ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. આજે એક જ દિવસમા ચાંદીમા કિલોએ રૂ. 3500 ભાવ વધતા અત્યાર સુધીની સૌથી ઉંચી 1 લાખ 9515 ની સપાટી બનાવી છે જયારે ચાંદી ચોરસાનો ભાવ પણ રૂ. 1 લાખ 7530 બોલાયો હતો.
જો કે સોનાનાં ભાવ સ્થિર રહયા છે અને આજે 24 કેરેટ સોનાનાં બિસ્કિટનો ભાવ રૂ. 99420 આસપાસ રહયો હતો.
કોમોડિટી નિષ્ણાતો માને છે કે આ તો ફક્ત શરૂૂઆત છે અને વર્ષના અંત સુધીમાં ચાંદી લાંબી છલાંગ લગાવશે.
બુલિયન બજારના નિષ્ણાતોના મતે, દિવાળી સુધીમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1.15 લાખથી રૂ. 1.25 લાખ સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. આ વૃદ્ધિ પાછળ ઔદ્યોગિક અને સ્થાનિક માંગમાં સતત વધારો મુખ્ય કારણભૂત છે. આ જ ગાળામાં સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.02 લાખ સુધી પહોંચવાની ધારણા છે.
માત્ર MCX માં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ ચાંદીની ચમક સતત વધી રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA.Com) ની વેબસાઇટ અનુસાર સોમવારે રૂ. 1,04,610 પર ખુલ્યા પછી સાંજે તે રૂ. 1,05,285 પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે: 3 જૂને તે રૂ. 1,00,460 પ્રતિ કિલો, 4 જૂને રૂ. 1,00,980 પ્રતિ કિલો, 5 જૂને રૂ. 1,04,675 પ્રતિ કિલો અને 6 જૂને, ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, તે રૂ. 1,04,675 પ્રતિ કિલો પર સ્થિર હતો.નાણાકીય વર્ષ 2024-25 માં રોકાણકારોને ચાંદીમા 35.56 ટકાનુ તો સોનામા 31.37 ટકાનુ રિટર્ન મળ્યુ છે. શેરબજારમા માત્ર પાંચ ટકા રિટર્ન રહયુ છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સોના અને ચાંદીએ નાણાકીય વર્ષ 2024-25 માં શેરબજારના મુખ્ય સૂચકાંકો કરતાં નોંધપાત્ર રીતે વધુ વળતર આપીને રોકાણકારોને પચાંદીથ કરાવી છે.