ચળકતી તેજીથી ચાંદી ઓલ ટાઇમ હાઇ: 1 કિલોનો ભાવ 1 લાખ 4 હજાર
11:13 AM Jun 04, 2025 IST | Bhumika
યુક્રેન અને રશિયા વચ્ચે ફરીથી હુમલાઓની ઘટનાઓમાં વધારો થતાં જ વૈશ્ર્વિક માર્કેટમાં ફરીથી કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલની તેજી બાદ આજે પણ સોના-ચાંદીમાં ભારે વધારો થયો હતો. રાજકોટ બુલિયન માર્કેટમાં 1 કિલો 999 પ્યોર ચાંદીનો ભાવ 1,04,250 બોલાયો હતો જ્યારે 24 કેરેટ ફાઈન્ડ ગોલ્ડનો ભાવ 1,01,130 બોલાયો હતો. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો.
Advertisement
સોનુ 3356 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થયું હતું. જ્યારે ચાંદી 34.53 ડોલર પર ટ્રેડ થઈ હતી. ડોલર સામે રૂપિયો 85.82 લેવલ પર બંધ થયો હતો. આજે સવારથી જ ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. જેને પગલે સિલ્વર પેટી 999નો ભાવ 1,04,250 સુધી પહોંચી ગયો હતો.
Advertisement
Advertisement