રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેહરાદૂનનો ચોંકાવનારો કિસ્સો…7 મહિનાનું બાળક થયું પ્રેગનન્ટ, જાણો શું છે સમગ્ર ઘટના

05:38 PM Aug 21, 2024 IST | Bhumika
Sleeping baby clenches his parent's fingers; Soft focus and blurry
Advertisement
Advertisement

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક સાત મહિનાના બાળકના પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું છે. બાળકના સતત વધતાં પેટ લીએન પરિવારના સભ્યો તેના માટે ખૂબ જ ચિંતિત હતા. જ્યારે તે તેને ડૉક્ટર પાસે લઈ ગયાં, જ્યાં બાળકના પેટમાં ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ જાણીને બધા ચિંકી ગયાં હતાં. જોકે ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન કરી બાળકના પેટમાંથી ગર્ભ કાઢી નાખ્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે. આવી ઘટનાઓને 'ફીટસ-ઇન-ફીટૂ' કહેવામાં આવે છે, જે લાખોમાંથી એક બાળકને થાય છે.

દહેરાદૂનના જોલી ગ્રાન્ટમાં આવેલી હિમાલયા હોસ્પિટલના બાળરોગ વિભાગમાં એક બાળક આવ્યું, જેનું પેટ સતત વધી રહ્યું હતું. બાળકની માતાએ જણાવ્યું કે તેનો પુત્ર 7 મહિનાનો છે અને તેનું પેટ સતત વધી રહ્યું છે. શરૂઆતમાં તેઓને લાગ્યું કે તે સામાન્ય છે. પરંતુ જ્યારે તે વધવા લાગ્યું, ત્યારબાદ બાદ બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. અહીં ડોક્ટરે તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના પેટમાં ગર્ભ વધી રહ્યો છે. આ મામલો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

હોસ્પિટલના વરિષ્ઠ બાળરોગ અને સર્જિકલ નિષ્ણાત ડૉ. સંતોષે જણાવ્યું હતું કે આ ખૂબ જ અસામાન્ય કેસ છે. આ સ્થિતિને 'ફીટસ-ઇન-ફીટૂ' કહેવાય છે. બાળકના એક્સ-રે રિપોર્ટ પરથી અમને બાળકના પેટમાં ગર્ભ હોવાની જાણ થઇ હતી, જે બાદ અમે બાળકના માતા-પિતાને આ અંગે માહિતી આપી બાળકનું સફળ ઓપરેશન કર્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે. આ દુર્લભ ઘટના લાખો બાળકમાંથી એક સાથે થાય છે. સામાજિક કારણોસર બાળક અને તેના પરિવારની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.'

ડોકટરના જણાવ્યા અનુસાર દુનિયામાં આ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાંનો એક છે, જેમાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના ગર્ભમાં ભ્રૂણની રચના થાય છે. આને 'ફીટસ-ઇન-ફીટૂ' કહેવાય છે. આ ગર્ભ પરોપજીવીની જેમ મૂળ ગર્ભમાં વિકસે છે. અલટ્રાસાઉન્ડના ઉપયોગથી આની જાણ માતાના ગર્ભમાં જ થઇ શકે છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આની જાણ બાળકના જન્મ પછી જ થાય છે.

Tags :
7 month babyDehradunDehradun newsindiaindia newsuttarakhandUttarakhand news
Advertisement
Next Article
Advertisement