રણબીર કપૂરની રામાયણમાં કૈકસીની ભૂમિકામાં શોભના
રામાયણ માં રણબીર કપૂર ભગવાન રામ અને સાઉથ અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માં સાઉથ અભિનેતા યશ રાવણ ની ભૂમિકામાં જોવા મળવાનો છે.હવે આ ફિલ્મ માં વધુ એક સાઉથ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે. રિપોર્ટ મુજબ આ અભિનેત્રી રાવણ ની માતા કૈકસી ની ભૂમિકા માં જોવા મળશે.આ અભિનેત્રી પ્રભાસ ની ફિલ્મ કલ્કિ 2898 એડી માં પણ જોવા મળી ચુકી છે.
મીડિયા રિપોર્ટ મુજબ રણબીર કપૂર અને સાઈ પલ્લવી ની ફિલ્મ રામાયણ માં સાઉથ ની દિગ્ગ્જ અભિનેત્રી અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા શોભના ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં શોભના રાવણની માતા કૈકસીનું પાત્ર ભજવશે. શોભાના આ અગાઉ પ્રભાસ ની ફિલ્મ કલ્કિ 2898 એડી માં મરિયમ ની ભૂમિકામાં જોવા મળી ચુકી છે.રામાયણ પાર્ટ 1 આવતા વર્ષે દિવાળી 2026 માં થિયેટરો માં રિલીઝ થશે. જયારે કે ફિલ્મ નો બીજો પાર્ટ વર્ષ 2027 ની દિવાળી પર રિલીઝ થશે.