શિંદેના ‘જય ગુજરાત’ નારાથી મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ: વિપક્ષો તૂટી પડ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતનો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસણ મચ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મરાઠી ભાષાને લઈને ઉદ્ઘવ ઠાકરે એકનાથ શિંદેની શિવસેના તેમજ રાજ ઠાકરેની મનસે વચ્ચે હોડ જામી છે.
શિવસેના (UBT) ના નેતા કિશોરી પેડણેકરે કહ્યું કે, આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમિત શાહની હાજરીમાં નજય ગુજરાતથ કહ્યું. તો, શું આપણે હવે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે?
તમે એક બાજુ બાળાસાહેબ ઠાકરેના આદર્શોને અનુસરવાનો દેકારો કરો છો અને બીજી બાજુ બાળાસાહેબ ઠાકરેના આદર્શોને નષ્ટ કરો છો. શું બાળાસાહેબે ક્યારેય જય ગુજરાત કહ્યું હતું ? શું રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યારેય એવું કહ્યું હતું ?
ગઇકાલે મહારાષ્ટ્રમાં જયરાજ સ્પોર્ટ્સ એન્ડ ક્ધવેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાંસગિક સંબોધન કર્યું હતું. આ સાથે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રશંસા કરી હતી. સંબોધનના અંતે એકનાથ શિંદેએ નજય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાતથનો નારા લગાવ્યા હતા, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો મચ્યો છે.
શિંદેના વીડિયોનો વીડિયો શેર કરતા, શિવસેના (UBT) ના નેતાએ કહ્યું, શાહ સેના! શાહ સેના! તેમણે બીજી પોસ્ટમાં કહ્યું, અમિત શાહની ડુપ્લિકેટ શિવસેનાનું સાચું સ્વરૂૂપ આજે પ્રકાશમાં આવ્યું! પુણેમાં, આ સજ્જનોએ અમિત શાહની સામે જય ગુજરાત ગર્જના કરી!
શું કરવું જોઈએ? આવા માણસને સજા થવી જોઈએ આ વ્યક્તિ મહારાષ્ટ્ર કેબિનેટમાં કેવી રીતે રહી શકે?