For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીએ હાથ અધ્ધર કર્યા, કોર્ટે સોગંદનામું માગ્યું

10:59 AM Oct 15, 2025 IST | Bhumika
છેતરપિંડી કેસમાં શિલ્પા શેટ્ટીએ હાથ અધ્ધર કર્યા  કોર્ટે સોગંદનામું માગ્યું

60 કરોડની છેતરપિંડીના કેસમાં કાલ સુધીની મહોલત આપી

Advertisement

શિલ્પા શેટ્ટીની મુશ્કેલી ₹60 કરોડના છેતરપિંડીના કેસમાં વધી રહી છે. બોમ્બે હાઈકોર્ટે આ મામલે તેમને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી સામે આરોપ લાગેલ છે. એવો આરોપ છે કે, બંનેએ તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બિઝનેસમેન દીપક કોઠારી પાસેથી આશરે ₹60 કરોડનું ઇન્વેસ્ટ અને લોન લીધી હતી.

દીપક કોઠારીનો દાવો છે કે, રાજ અને શિલ્પાએ તેમને કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા પરંતુ બાદમાં તેમણે પૈસાનો ઉપયોગ કંપની માટે નહીં પરંતુ તેમની અંગત જરૂૂરિયાતો માટે કર્યો હતો. એવામાં સુનાવણી દરમિયાન શિલ્પાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેનો તેના પતિ રાજ કુન્દ્રાની કંપની સાથે કોઈ સંબંધ નથી. જો કે, કોર્ટે રાજ કુન્દ્રાને આ મામલે સોગંદનામું રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

Advertisement

આ કેસમાં શિલ્પા અને રાજ સામે ઇકોનોમી ઓફેન્સ વિંગ (EOW) દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જો કે, સુનાવણી દરમિયાન શિલ્પાએ કોર્ટને આ નોટિસ રદ કરવા વિનંતી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો તે વિદેશ જવા માંગતી હોય, તો તેણે પહેલા સરકારી સાક્ષી બનવું પડશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, જો તે કંપની સાથે કોઈ સંબંધ ન હોવાનો દાવો કરે છે, તો તેણે તેના પતિ રાજ કુન્દ્રા પાસેથી આ વાતની પુષ્ટિ કરવા માટે સોગંદનામું મેળવવું જોઈએ. કોર્ટે અભિનેત્રીને 16 ઓક્ટોબર સુધીમાં લેખિત સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સિવાય કોર્ટે પાછલી સુનાવણીમાં ચેતવણી આપી હતી.

કોર્ટે કહ્યું હતું કે, છેતરપિંડીના કેસમાં ₹60 કરોડ (આશરે 600 મિલિયન)નો સમાવેશ થાય છે અને તેણે પહેલા રકમ ચૂકવવી જોઈએ. નોંધનીય છે કે, શિલ્પાએ પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો છે. અભિનેત્રીએ કહ્યું છે કે, તે રાજની કંપનીમાં માત્ર એક નામાંકિત ડિરેક્ટર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement