ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિબુ સોરેન આદિવાસીઓના મહાનાયક હતા તો અપરાધીકરણ, ભ્રષ્ટાચાર, પરિવારવાદનું પ્રતિક પણ હતા

10:53 AM Aug 05, 2025 IST | Bhumika
Advertisement

ભારતમાં કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય પછી તેના અવગણોને કોરાણે મૂકીને તેનામાં ના હોય એવા પણ ગુણો ગણાવી ગણાવીને વખાણ કરાય છે. શિબુ સોરેનના કિસ્સામાં પણ એવું થઈ રહ્યું છે. કોઈ સોરેનને જમીન સાથે જોડાયેલા નેતા ગણાવી રહ્યું છે તો કોઈ તેમને ઝારખંડના આદિવાસીઓના મહાનાયક ગણાવી રહ્યું છે. બીજાં પણ ઘણાં વિશેષણો અપાઈ રહ્યાં છે પણ શિબુ સોરેનનાં જેટલાં વખાણ થઈ રહ્યાં છે એટલા મહાન નેતા જરાય નહોતા. આદિવાસીઓના નામે તેમણે સત્તાલાલસા, પરિવારવાદ સંતોષ્યો, બેફામ ભ્રષ્ટાચાર કર્યો અને ગુંડાગીરીને પોષી. એ રીતે શિબુ સોરેન યુપી-બિહારના ટિપિકલ નેતાઓ જેવા જ હતા. ઝારખંડ પહેલાં બિહારનો ભાગ હતો. શિબુ સોરેન એ વખતે રાજકારણમાં આદિવાસીઓના કલ્યાણનો ઝંડો લઈને કૂદી પડેલા, લગભગ છ દાયકા લગી આ વાતો કરીને સોરેને પોતાની દુકાન ચલાવીને સત્તા કબજે કરી પણ સત્તા મેળવ્યા પછી આદિવાસીઓનું કોઈ કલ્યાણ ના કર્યું, માત્ર ને માત્ર પોતાના પરિવારનું કલ્યાણ કર્યું. પહેલાં શિબુ પોતે તથા પછી તેમનો દીકરો હેમંત સોરેન મુખ્યમંત્રી બન્યો તેમાં સોરેન પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ અને તાકાતવર બન્યો પણ ઝારખંડના આદિવાસી બિચારા ત્યાંના ત્યાં જ છે.

Advertisement

શિબુ સોરેન ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા, ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા, હેમંત ત્રણ વાર મુખ્યમંત્રી બન્યો એ દરમિયાન સોરેન પરિવારે અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે. આજેય ઝારખંડ ભારતમાં સૌથી પછાત રાજ્યોમાં એક છે ને તેમાં સોરેન પરિવારનું યોગદાન મોટું છે. શિબુના નામે કુખ્યાત અપરાધીઓ જેવા હત્યા, ધાડ સહિતના ગુના પણ બોલે છે કેમ કે સોરેન મૂળ ગુનાઈત બેકગ્રાઉન્ડ ધરાવતા નેતા હતા. શિબુ સોરેન 1993ના જેએમએમ લાંચ કેસમાં પણ બદનામ થયેલા.

નરસિંહરાવ સરકારે સત્તામાં આવતાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને વિદેશી રોકાણકારો માટે ભારતના દરવાજા ખોલી દીધા હતા. ડાબેરી પક્ષો આ આર્થિક સુધારાની વિરુદ્ધ હતા.

તેમને લાગતું હતું કે, આર્થિક સુધારા દ્વારા નરસિંહરાવ દેશને વેચીને વિદેશીઓને હવાલે કરી રહ્યા છે તેથી આ સરકારને ઘરભેગી કરવી જોઈએ તેથી સીપીએમના અજોય મુખરજીએ 26 જુલાઈ, 1993ના દિવસે નરસિંહરાવ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. લોકસભામાં કુલ 528 સભ્યો હતા અને નરસિંહરાવ પાસે 251 સાંસદો હતા. તેથી સરકાર બચાવવા બીજા 13 વોટની જરૂૂર હતી. નરસિંહરાવ સરકાર ગબડી પડશે એવું લાગતું હતું પણ રાવ મોટા ખેલાડી સાબિત થયા. બે દિવસની ચર્ચા પછી 28 જુલાઈએ મતદાન કરાવાયું ત્યારે નરસિંહરાવ સરકારની તરફેણમાં 265 મત પડ્યા જ્યારે વિરુદ્ધમાં 251 મત પડતાં રાવ સરકાર બચી ગઈ. શિબુ સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચાના છ સાંસદો અને જનતા દળના ચાર સાંસદોએ નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરીને સરકારને બચાવી લીધેલી. પછી બહાર આવ્યું કે, જેએમએમના 4 સાંસદે લાંચ લઈને રાવને ટેકો આપ્યો હતો. શિબુ સોરેનનું દેશના રાજકારણમાં આ યોગદાન છે પણ મોતના મલાજાના કારણે બધાં સારી સારી વાતો જ કરે છે.

Tags :
indiaindia newsShibu SorenShibu Soren death
Advertisement
Next Article
Advertisement