લગ્નના બે માસ પછી જ પાર્ટનરને રંગેહાથ પકડ્યો હતો, ધનશ્રીનો ધડાકો
રિયાલિટી શોમાં પાર્ટનરનું નામ લીધા વગર ચહલ તરફ ઈશારો
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ડાન્સર ધનશ્રી વર્માના છૂટાછેડાની ખબર આવ્યા બાદ તેમની રિલેશનશિપને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા. જોકે, છૂટાછેડાના અસલી કારણ વિશે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. પરંતુ હવે ધનશ્રી વર્મા ધીમે ધીમે જાહેરમાં તેમના સંબંધોના રહસ્યો ખોલી રહી હોય તેવું લાગી રહ્યું છે.
ધનશ્રી વર્મા આ દિવસોમાં એક રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’માં જોવા મળી રહી છે, જ્યાં તે પોતાનાલ અંગત જીવન અને સંબંધો વિશે વારંવાર ખુલીને વાત કરતી રહે છે. ‘રાઇઝ એન્ડ ફોલ’ શોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ધનશ્રી વર્માએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. આ વીડિયોમાં ધનશ્રી અને અભિનેત્રી કુબ્રા સૈત વાતચીત કરી રહ્યા છે, અને ધનશ્રીએ જાહેર કર્યું કે તેમને લગ્નના બે મહિના પછી જ તેમના પાર્ટનર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી વિશે ખબર પડી હતી.
જોકે, વીડિયોમાં ધનશ્રીએ તેમના પાર્ટનર તરીકે કોઈનું નામ લીધું નથી, પરંતુ તેમનો સીધો ઈશારો તેમના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલ તરફ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, કુબ્રા સૈતે ધનશ્રીને પૂછ્યું કે, ‘તમને ક્યારે લાગ્યું કે આ સંબંધ કામ નથી કરી રહ્યો અને મારે હવે સાથે ન રહેવું જોઈએ?’ જેના જવાબમાં ધનશ્રીએ આ દાવો કર્યો હતો કે, મેં તેને બીજા જ મહિને પકડી પાડ્યો હતો.