રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શરમજનક રેકોર્ડ, બાંગ્લાદેશના બોલરે 4 બોલમાં 92 રન આપ્યા

01:35 PM Mar 04, 2024 IST | admin
Advertisement

ક્રિકેટની રમતમાં આપણને ઘણીવાર કંઈક અનોખું જોવા મળે છે અથવા આવી ઘણી રસપ્રદ વાતો સાંભળવા મળે છે, જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે. આજે અમે તમને ક્રિકેટ સાથે જોડાયેલી આવી જ એક રસપ્રદ વાત જણાવીશું, અમે તમને જણાવીશું કે કેવી રીતે એક બોલરે માત્ર 4 બોલમાં 92 રન આપી દીધા અને પછી તેના પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

Advertisement

આ ઘટના બાંગ્લાદેશની સેક્ધડ ડિવિઝન ક્રિકેટ લીગમાં બની હતી. ટૂર્નામેન્ટમાં શિઓમ અને લાલમટિયા વચ્ચે રમાયેલી મેચમાં બોલર સુજોન મહમૂદે માત્ર 4 બોલમાં 92 રન આપી દીધા હતા. લાલમટિયાના બોલર સુજોન મહમૂદે 65 વાઈડ અને 15 નો બોલ સહિત 92 રન આપ્યા હતા. બોલરે તેના 4 લીગલ બોલમાં માત્ર 12 રન જ ખર્ચ્યા હતા. આ ઘટના બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુજોન મહમૂદ પર 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા લાલમટિયા 50 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરોધી ટીમે આ લક્ષ્યનો પીછો એક ઓવરમાં જ કરી લીધો હતો. મેચ બાદ ખબર પડી કે સુજોન અમ્પાયરના ખોટા નિર્ણયોનો વિરોધ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં તેણે એક જ ઓવરમાં આટલા વાઈડ અને નો બોલ ફેંક્યા. તમને જણાવી દઈએ કે તે ઓવરમાં સુજોન મેહમૂદે ફેંકેલા 4 લીગલ બોલમાં 12 રન બનાવ્યા હતા. તે પછી મેહમૂદે ગેરકાયદે બોલ નાખવાનું શરૂૂ કર્યું અને એક ઓવરમાં 92 રન આપ્યા. જોકે, તે ઇનિંગ માત્ર 17 મિનિટ ચાલી હતી. બાદમાં જ્યારે આ બાબતની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સુજોન મહમૂદે આ જાણી જોઈને કર્યું હતું. વાસ્તવમાં સુજને અમ્પાયરના વિરોધને કારણે આવું કર્યું હતું. આ રીતે આ શરમજનક રેકોર્ડ બન્યો હતો.

Tags :
Bangladeshcricketcrikcet newsindiaindia newsSportssports news
Advertisement
Next Article
Advertisement