શાહરૂ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈ હૂં ના’ની સિક્વલ બનશે
શાહરૂખ જ લીડ રોલમાં, હિરોઇન બદલાઇ શકે
2004માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને સુસ્મિતા સેનની ફિલ્મ મૈં હૂં ના બોક્સ-ઑફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખે મેજર રામ શર્માનો રોલ ભજવ્યો હતો અને સુસ્મિતા તેની ટીચર હતી. એ ફિલ્મમાં ઝાયેદ ખાન અને અમ્રિતા રાવ લીડ રોલમાં હતાં. માત્ર 15 કરોડ રૂૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ-ઑફિસ પર 84 કરોડ રૂૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી.હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.
મૈં હૂં નાને ફારાહ ખાને ડિરેક્ટ કરી હતી અને એનું નિર્માણ શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. હવે આ જ સેટઅપમાં સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ સીક્વલ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે હાલમાં ફારાહ સીક્વલના આઇડિયા પર કામ કરી રહી છે અને શાહરુખે પણ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હાલમાં સીક્વલના સ્ક્રીનપ્લે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ જલદી તૈયાર થઈ જશે અને 2025ના ફર્સ્ટ હાફમાં એનું શૂટિંગ શરૂૂ કરી દેવામાં આવશે.મૈં હૂં ના 2માં શાહરુખ કામ કરશે એ ક્ધફર્મ છે, પણ એની હિરોઇન કોણ બનશે એની સ્પષ્ટતા કરવામાં નથી આવી.