ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાહરૂખ ખાન-રાની મુખર્જીને નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત, ગુજરાતી ફિલ્મ 'વશ'ને પણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

06:55 PM Sep 23, 2025 IST | Bhumika
Advertisement

આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓને રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કર્યા હતા. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને તેમના 33 વર્ષના કરિયરમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રાની મુખર્જીને પણ પ્રથમ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોહનલાલને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને નેશનલ પુરસ્કાર

જાનકી બોડીવાલાને 'વશ' ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 'વશ' ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ પુરસ્કાર એનાયત કરાયો છે. ગુજરાતના જાણીતા લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને કલ્પેશ સોની પુરસ્કાર સ્વીકાર્યો છે.

શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. "જવાન" એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં અસાધારણ કમાણી કરી. શાહરૂખ ખાને ફિલ્મમાં ડબલ રોલ ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. તેમના શક્તિશાળી અભિનય, એક્શન અને ભાવનાએ સાબિત કર્યું કે તેઓ માત્ર રોમાંસના રાજા નથી, પરંતુ દરેક ભૂમિકામાં જીવંતતા લાવનારા સુપરસ્ટાર છે.

શાહરૂખ ખાન અને રાની મુખર્જી આ કાર્યક્રમમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન બ્લેક લુકમાં હતા, જ્યારે રાની મુખર્જી બ્રાઉન રંગની સાડીમાં ચમકી હતી. વિક્રાંત મેસી પણ શાહરૂખ ખાન અને રાની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. ઓફ-વ્હાઇટ સૂટમાં તેમની ડેશિંગ સ્ટાઇલે પણ ચાહકોના દિલ જીતી લીધા હતા. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનને બેસ્ટ અભિનેતા અને રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે.

વિજેતાઓની યાદી

બેસ્ટ ફીચર ફિલ્મ - 12મી ફેઈલ
બેસ્ટ હિન્દી ફિલ્મ - કટહલ - એ જેકફ્રૂટ મિસ્ટ્રી
બેસ્ટ અભિનેતા - શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (12th ફેલ)
બેસ્ટ અભિનેત્રી - રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર - મોહનલાલ
બેસ્ટ લોકપ્રિય ફિલ્મ - રોકી ઔર રાની કી પ્રેમ કહાની
બેસ્ટ કોરિયોગ્રાફી - રોકી ઔર રાની કી પ્રેમ કહાની (ઢીંઢોરા બાજે રે)
બેસ્ટ દિગ્દર્શન - ધ કેરળ સ્ટોરી (સુદીપ્તો સેન)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ધ કેરળ સ્ટોરી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર - શિલ્પા રાવ (છલિયા, જવાન)
બેસ્ટ મેલ ગાયક - પ્રેમિસ્થુન્ના (બેબી, તેલુગુ)
બેસ્ટ મેકઅપ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર - સામ બહાદુર
સ્પેશિયલ મેન્શન - એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર) - એમ.આર. રાધાકૃષ્ણન
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - એનિમલ (હિન્દી)

અન્ય ભાષાઓમાં

બેસ્ટ ગુજરાતી ફિલ્મ - વશ
બેસ્ટ તેલુગુ ફિલ્મ - ભગવંત કેસરી
બેસ્ટ તમિલ ફિલ્મ - પાર્કિંગ
બેસ્ટ કન્નડ ફિલ્મ - ધ રે ઓફ હોપ
બેસ્ટ ફિલ્મ વિવેચક - ઉત્પલ દત્તા (આસામ)
બેસ્ટ એક્શન દિગ્દર્શન - હનુ-મેન (તેલુગુ)
બેસ્ટ ગીતો - બાલાગમ (ધ ગ્રુપ) - તેલુગુ

 

Tags :
indiaindia newsNATIONAL FILM AWARDShahrukh Khan-Rani Mukherjee
Advertisement
Next Article
Advertisement