પંજાબમાં પૂરથી પ્રભાવિત 1500 પરિવારોને શાહરૂખ ખાને દત્તક લીધા
પંજાબમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોના જીવનને તબાહ કરી દીધા છે. ખેતરો નાશ પામ્યા છે, ઘરો તૂટી ગયા છે અને લોકો બેઘર થઈને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. આ મુશ્કેલ સમયમાં, બોલિવૂડના કિંગ શાહરૂૂખ ખાન આગળ આવ્યા છે. તેમની સંસ્થા મીર ફાઉન્ડેશને અમૃતસર, પટિયાલા, ફાઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લાના લગભગ 1500 અસરગ્રસ્ત પરિવારોને દત્તક લીધા છે અને તેમને જીવનની દરેક સુવિધા પૂરી પાડવાની જાહેરાત કરી છે.
મીર ફાઉન્ડેશને સ્થાનિક એનજીઓ વોઇસ ઓફ અમૃતસર સાથે મળીને પૂરગ્રસ્ત પરિવારોને દવાઓ, સ્વચ્છતા સાધનો, ખાદ્ય પદાર્થો, મચ્છરદાની, તાડપત્રી, પથારી અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનું કામ શરૂૂ કર્યું છે.
શાહરુખ ખાન ઉપરાંત, સલમાન ખાન, સોનુ સૂદ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંઝ જેવા મોટા સેલિબ્રિટી પણ પંજાબ પૂર રાહતમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સલમાન ખાનની સંસ્થા પબીઇંગ હ્યુમનથ એ પાંચ બચાવ બોટ મોકલી છે અને અસરગ્રસ્ત ગામડાઓને દત્તક લેવાની પણ જાહેરાત કરી છે. સોનુ સૂદ તેના પરિવાર સાથે હજારો ગામડાઓમાં રાહત પહોંચાડી રહ્યો છે.