For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

WPLના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંક્યો શબનિમ ઈસ્માઈલે

01:20 PM Mar 07, 2024 IST | Bhumika
wplના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ ફેંક્યો શબનિમ ઈસ્માઈલે

વુમન્સ પ્રીમિયર લીગ 2024ની 12મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીની ટીમ ઘરઆંગણે રમાયેલી મેચમાં મુંબઈને 29 રનથી માત આપી હતી. જો કે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની બોલર શબનિમ ઈસ્માઈલ ઈતિહાસ રચી દીધો હતો. તેને વુમન્સ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

Advertisement

સાઉથ આફ્રિકાની 35 વર્ષીય શબનિમ ઈસ્માઈલ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતી છે. તે શાનદાર બોલર હોવાની સાથે શાનદાર ફિલ્ડર પણ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ઓક્શનમાં તેને 1.2 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો.તેના રેકોર્ડનો જોતા મુંબઈ ઈન્ડિયન્સનો ટીમ નિર્ણય યોગ્ય લાગી રહ્યો છે.
શબનિમ ઈસ્માઈલે વુમન્સ ક્રિકેટના ઇતિહાસની સૌથી ઝડપી બોલ ફેંકી હતી, જેની સ્પીડ 132.1 કિમી પ્રતિ કલાક હતી. આ બોલનો સામનો દિલ્હીની ટીમ તરફથી મેગ લેનિંગે કર્યો હતો. તેને મુંબઈની ઈનિંગની ત્રીજી ઓવરમાં બીજા બોલે 132.1 કિમી પ્રતિ કલાક સ્પીડે બોલ ફેંક્યો હતો. જે ડોટ બોલ રહ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement