નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી
અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપોના સમાધાન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. અરજદારોમાં ઇમર્જિંગ ઇન્ડિયા ફોકસ ફંડ્સ (ઇઆઇએફએફ), મોરેશિયસ સ્થિત વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર છે જે ગૌતમ અદાણીના મોટા સાવકા ભાઈ વિનોદ અદાણી સાથે કથિત રીતે જોડાયેલા છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ઇઆઇએફએફએ 28 લાખ રૂૂપિયાની સેટલમેન્ટ રકમનો પ્રસ્તાવ મૂક્યો છે.ડરેક્ટર વિનય પ્રકાશ અને અંબુજા સિમેન્ટ્સના ડિરેક્ટર અમીત દેસાઈ સહિત અન્ય અદાણી-સંબંધિત વ્યક્તિઓએ કેસના સમાધાન માટે રૂૂ. 3 લાખની ઓફર કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝે પોતે પણ સમાધાન અરજી સબમિટ કરી છે. આ દરખાસ્તો સેબી દ્વારા 27 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી કારણદર્શક નોટિસને અનુસરે છે.
જ્યારે ઓછામાં ઓછી ચાર સંસ્થાઓએ સેટલમેન્ટ વિનંતીઓ ફાઇલ કરી છે, ત્યારે શક્ય છે કે તમામ સામેલ અદાણી એન્ટિટીઓએ અરજી કરી હોય.
શો-કોઝ નોટિસમાં ગૌતમ અદાણી, તેમના ભાઈઓ વિનોદ, રાજેશ અને વસંત, ભત્રીજા પ્રણવ અદાણી અને સાળા પ્રણવ વોરા સહિત 26 સંસ્થાઓનો સમાવેશ થાય છે. સેબીએ પ્રશ્ન કર્યો છે કે કથિત ઉલ્લંઘનો માટે આ કંપનીઓને સિક્યોરિટીઝ માર્કેટમાંથી સંભવિત પ્રતિબંધ સહિતની કાર્યવાહીનો શા માટે સામનો કરવો ન જોઈએ.
નોટિસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિનોદ અદાણી અને તેના સહયોગીઓએ જટિલ શેરહોલ્ડિંગ વ્યવસ્થા દ્વારા રૂૂ. 2,500 કરોડથી વધુ એકઠા કર્યા હતા. આ માળખાઓએ તેમને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં જાહેર શેરહોલ્ડિંગ જરૂૂરિયાતોને બાયપાસ કરવાની મંજૂરી આપી હતી.