For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કર્ણાટકમાં પાણીની ગંભીર સમસ્યા, સરકાર સામે મોરચો માંડતા લોકો

01:03 PM Mar 15, 2024 IST | Bhumika
કર્ણાટકમાં પાણીની ગંભીર સમસ્યા  સરકાર સામે મોરચો માંડતા લોકો

કર્ણાટક પાણીની ભયંકર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. રાજયના 240માંથી 223 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 196 તાલુકાની હાલત વધુ ખરાબ ગણાવાઇ રહી છે. વિશ્વભરમાં આઇટી સિટી તરીકે જાણીતા બેંગલુરુની હાલત પણ દિન પ્રતિદિન કથળતી જાય છે. પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. લોકોએ સરકાર સામે મોરચો માંડયો છે. વિરોધ પ્રદર્શનમાં હવે સેલિબ્રિટીઓ પણ જોડાઇ રહી છે. આઇટી હબ ગણાતું શહેર ટેન્કરોના ભરોસે જોવા મળે છે. પાણી મેળવવા માટે ઠેર ઠેર લાંબી કતારો જોવા મળે છે. આશરે ચાર દાયકા બાદ બેંગલુરુની આવી ભયાનક હાલત જોવા મળી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement