For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો

11:15 AM May 27, 2025 IST | Bhumika
ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો

Advertisement

નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસમાં ગઈકાલે 82176ના લેવલ પર બંધ થયા બાદ આજે થોડી જ મીનીટોમાં 915 અંકનો કડાકો બોલી જતાં 81261 પર ટ્રેડ થયો હતો. જ્યારે નિફટી ગઈકાલે 25000ના લેવલ પર બંધ થઈ હતી. આજે નિફટીમાં ઓપનીંગ સેશનમાં જ 263 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફટી ગઈકાલના 25001ના બંધ સામે આજે 24956 પર ખુલી હતી. પરંતુ ભારે વેચવાલીથી 24737 સુધી ટ્રેડ થઈ હતી.

Advertisement

આજે બેન્કીંગ, આઈટી, અને ફાઈનાન્સિયલ સેકટરના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સાથે જ ઈન્ડીગોના શેરોમાં પણ 2 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે એલઆઈસી, રિલાયન્સ કોમ્યુનિકેશન, એનએમડીસી, હિન્દુસ્તાન કોપર, મેડ પલ્સ, ઝીંકા લોજીસ્ટીક સહિતની કંપનીઓના પરિણામ છે. પરંતુ પરિણામ પહેલા શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. આજે હેવી વેટ શેરોમાં એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, આઈસીઆઈસી બેંક, આઈટીસી, પાવર ગ્રીડ વગેરે શેરોમાં 1 ટકાથી વધારાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement