સેન્સેક્સની 1129 અંકની ડૂબકી; રૂપિયો 111 વર્ષના તળિયે
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 13 જાન્યુઆરીએ શેર બજારમાં ભારે કડાકો જોવા મળ્યો છે. સાથે જ રૂપિયો પણ ડોલર સામે પહેલી વખત 86.50ના લેવલ નીચે ટ્રેડ થયો હતો. શેર બજારમાં સેન્સેક્સમાં લગભગ 1129 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેકસ 76,249ના સ્તર પર ટ્રેડ થયો હતો. સાથે જ નિફ્ટીમા પણ ભારે કડાકો બોલતા નિફટી ગઇકાલના 23,431ના બંધથી 384 પોઇન્ટ તુટીને 23,047 પર ટ્રેડ થઇ હતી. આ સાથે જ રૂપિયો ડોલર સામે 50 પૈસાથી વધુ તુટીને 86.55ના નવા તળિયે ટ્રેડ થયો હતો. આ સાથે જ રૂપિયો ટ્રેડીંગ હિસ્ટ્રીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ ઉપરાંત બધા સેકટોરીયલ ઇન્ડેક્ષમા પણ મોટા ગાબડા જોવા મળ્યા હતા. મિડકેપ - સ્મોલકેપ 3 ટકા અને રીયલટી ઇન્ડેક્ષ 6 ટકા સુધી તુટયા હતા.
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર એકમાં જ તેજી છે જ્યારે બાકીના 29 શેરો ઘટી રહ્યા છે. જયારે નિફ્ટીના 50 શેરોમાંથી બેમાં તેજી અને 48માં ઘટાડો છે. ગજઊ સેક્ટરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 2.13%ના સૌથી મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ઓટોમાં 1.15%, મેટલમાં 1.31%, તેલ અને ગેસમાં 1.18% અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.39%નો ઘટાડો છે. આજે રોમેટોના શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આ ઉપરાંત એચડીએફસી બેન્કના શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (10 જાન્યુઆરી) સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 77,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 95 પોઈન્ટ ઘટીને 23,431ના સ્તરે બંધ રહ્યો હતો. ઇજઊ સ્મોલકેપ 1298 પોઈન્ટના ઘટાડા સાથે 52,722 પર બંધ રહ્યો હતો.
એક ડોલર સામે રૂપિયાની કિંમત
વર્ષ મુલ્ય
1913 0.09
1947 4.16
1957 4.76
1967 7.5
1977 8.74
1987 12.96
1997 36.31
2007 41.35
2013 56.57
2015 62.97
2017 67.79
2019 70.39
2021 74.57
2022 81.35
2023 81.94
2024 83.47