શેરબજારમાં સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા
આજે શેરબજારમાં સ્પેશિયલ ટ્રેડીંગ શેસન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બિઝનેસ ક્ધટીન્યુટી પ્લાન અને ડિઝાસ્ટર રિકવરી સાઈટ મેનેજમેન્ટ સિસ્ટમનું ટેસ્ટીંગ થયુ ંહતું. જીડીપીના સારા આંકડા જાહેર થતાં ભારતીય શેરબજારમાં નવો તેજીનો કરન્ટ આજે પણ યથાવત રહ્યો છે. ગઈકાલે સેન્સેક્સ નિફ્ટીએ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ આજે વધુ એક વખત શેરબજારમાં નવા હાઈ જોવા મળ્યા છે. સેન્સેક્સ ઐતિહાસિક નવી સપાટી 73982 અને નિફ્ટી 22419ની સપાટીએ પહોંચી ગયા છે. શુક્રવારના બંધની સરખામણીએ આજે ઇજઊ સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 73,848.19 પર ખુલ્યો હતો. થોડા સમય પછી, સેન્સેક્સ તેની સર્વકાલીન ઊંચી સપાટીને વટાવીને 73,982.12 પર પહોંચી ગયો.
ગઈકાલના બંધની સરખામણીએ સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 73,848.19 પર ખુલ્યો હતો. થોડા સમય પછી, સેન્સેક્સ તેની સર્વકાલીન ઊંચી સપાટીને વટાવીને 73,982.12 પર પહોંચી ગયો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 22,420.25ના સર્વોચ્ચ સ્તરે પહોંચવામાં સફળ રહ્યો છે. આજે શેરબજારનું ખાસ ટ્રેડિંગ સેશન ખુલ્યું છે.
બીએસઈમાં ટાટા સ્ટીલના શેરમાં વધારો ચાલુ છે. સવારે શેરોમાં 1 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, ટાટા મોટર્સના શેરમાં પણ વધારો થયો છે. બીજી તરફ ઈંઈઈંઈઈં બેંક, ઇંઉઋઈ બેંક, ટાઇટન, પાવર ગ્રીડના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાનિક શેરબજારોએ શુક્રવારે જોરદાર છલાંગ લગાવી અને અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી. પ્રભાવશાળી જીડીપી ડેટા અને વિદેશી રોકાણકારોના આકર્ષણમાં વધારો થતાં સેન્સેક્સ 1,245 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,245.05 પોઈન્ટ અથવા 1.72 ટકા ઉછળીને 73,745.35 પોઈન્ટ પર પહોંચ્યો છે. આ તેની ઓલ ટાઈમ હાઈ છે. ટ્રેડિંગ દરમિયાન તે 1,318.91 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) ઈન્ડેક્સ નિફ્ટી પણ 355.95 પોઈન્ટ અથવા 1.62 ટકાના ઉછાળા સાથે 22,338.75 ના નવા બંધ સ્તરે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 370.5 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો.